જાતપાતના ખેલ કરનાર પાર્ટીઓ પોતાની જાળમાં ફસાઈ છે : મોદી

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

કન્નોજ-સીતાપુર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશમાં આક્રમક ચુંટણી પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા. ચુંટણી પ્રચાર કરતા મોદી પોતાના અસલી અંદાજમાં દેખાયા હતા. પોતાના ભાષણથી આકર્ષિત કરનાર લોકોમાં સૌથી આગળ રહેનાર મોદીએ શનિવારે ફરી એકવાર પોતાના અંદાજથી ઉપસ્થિત લોકોને રોમાંચિત કરી દીધા હતા. ઉત્તરપ્રદેશના કનૌજમાં રેલી દરમિયાન મોદીએ પોતે ઉપસ્થિત લોકોને આયેગા તો મોદી હીના નારા લગાવ્યા હતા. વિપક્ષી પાર્ટી કોંગ્રેસ અને ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને રાષ્ટ્રીય લોકતંત્ર ગઠબંધન પર પ્રહાર કરતા મોદીએ આ મુજબની વાત કરી હતી. રેલીમાં મોદીએ કહ્યું હતું કે મહામિલાવટનાલોકો તેમને રોકવાના તમામ પ્રયાસ કરી રહ્યા છે પરંતુ આમાં સફળતા મળશે નહીં. મોદીએ ઉપÂસ્થ લોકોમાં બેથી ત્રણ વખત આયેગા તો મોદી હીના નારા લગાવ્યા હતા. આ પહેલા કોંગ્રેસ, સપા, બસપા પર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે આ ત્રણેયનો એક જ મંત્ર રહેલો છે અને આ મંત્ર જાત પાત જપના જનતા કા માલ અપનાનો રહેલો છે.

રાહુલ ગાંધીના એક વીડિયોની ચર્ચા સોશિયલ મીડિયા પર જાવા મળી રહી છે. તેમના એક નિવેદનને એડિટ કરીને દર્શાવવામાં આવ્યું છે. જેનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે અમારા દેશમાં એક એવા પણ બુદ્ધિમાન વ્યક્તિ છે જે આલુમાંથી સોનુ બનાવવામાં સક્ષમ છે. અમે અને અમારી પાર્ટી આવું કામ કરવાની Âસ્થતિમાં નથી. અમે ખોટુ બોલવાની સ્થિતિમાં નથી. જેથી જેને બટાકાથી સોનુ બનાવવાનું છે તે તેમની પાસે જઈ શકે છે. મોદીએ ઉમેર્યું હતું કે અમે કોલ્ડ સ્ટોરેજ બનાવીશું. બટાકા માટે વેલ્યુએશનમાં વધારો કરીશું. બટાકાની ચીપ્સ બનાવી શકીએ છીએ. ખેડુતોની આવક બે ગણી કરી શકીએ છીએ. મોદી પ્રચાર દરમિયાન ખૂબ આક્રમક દેખાયા હતા. મોદીએ ઉમેર્યું હતું કે આજે તેમના માટે પ્રચાર કરવામાં દેશના લોકો લાગેલા છે.

નવા હિન્દુસ્તાનના નિર્માણ તરફ અમે વધી ચુક્યા છીએ જે આતંકવાદીઓને ઘરમાં ઘુસીને મારવામાં માને છે. જ્યારે દેશ સુરક્ષિત હશે ત્યારે જ સામાન્ય લોકોના જીવન યોગ્ય રીતે ચાલશે. મોદીએ ઉમેર્યું હતું કે તેમના પ્રચારમાં ખેડુતો, જવાનો, યુવાનો, મહિલાઓ, દિવ્યાંગો નીકળી ચુક્યા છે. જે લોકોના પરિવારમાંથી પુત્રો માતૃભૂમિની રક્ષામાં છે, જેમને બુલેટપ્રૂફ જેકેટ અને હથિયારો આપવામાં આવ્યા છે તે પ્રચારમાં વ્યસ્ત છે. જેમના ઘરમાં શૌચાલય બન્યા છે તે તેમના પ્રચારમાં છે. આ ચુંટણી ભાજપ અથવા કાર્યકરો લડી રહ્યા નથી બલ્કે ઉત્તરપ્રદેશની પ્રજા લડી રહી છે. મહામિલાવટી લોકોના હોંશ ઉડી ગયા છે.

કન્નોજમાં સભા બાદ મોદીએ સીતાપુરમાં પણ સભા યોજી હતી. જેમાં ગઠબંધન અને કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે જે લોકો એકબીજાને જાવાનું પસંદ કરતા ન હતા તે લોકો મોદીના કારણે એક થઈ રહ્યા છે. જાતિવાદની રાજનીતિ કોંગ્રેસ પાર્ટી દ્વારા ચલાવવામાં આવી રહી છે. આ રાજનીતિ હવે તેમના ઉપર જ ભારે પડી રહી છે. જે લોકો ગામડાઓમાં રહેતા અસામાજિક તત્વોને પણ સુધારી શકતા નથી તે લોકો આતંકવાદીઓનો સામનો કરવાની સ્થિતિમાં હોઈ શકે નહીં. દેશના મનમાં જે વાત છે તેનાથી વિપક્ષી નેતાઓના ચહેરા લટકી ગયા છે. બુઆ અને બબુઆની સરકારો ગામમાં ફરીને પણ ગુંડાઓને ઠીક કરી શકી ન હતી. કોંગ્રેસ જમ્મુ-કાશ્મીરમાં સેના દુર કરવા ઈચ્છુક છે. દેશદ્રોહના કાયદાને દુર કરવા ઈચ્છુક છે. મોદીએ સમગ્ર હિન્દુસ્તાન ચોકદારનો નારો આપ્યો હતો. કોંગ્રેસના શાસનમાં સતત બોમ્બ ધડાકાઓ થતા હતા. છેલ્લા પાંચ વર્ષમાં કોઈ બોમ્બ ધડાકા થયા નથી. બોમ્બ ધડાકાઓની બોલબાલા હતી. દેશભરમાં લાખો ઘુસણખોરો ઘુસી જતા હતા પરંતુ હવે ભારત શક્તિશાળી દેશ તરીકે ઉભરી ચુક્યો છે.

Share This Article