ભારતની સૌથી ઝડપથી વિકસતી ડીટુસી ફર્નિચર સ્ટાર્ટ-અપ બ્રાન્ડ સ્લીપીહેડ, બૉલિવુડ સુપરસ્ટાર રણવીર સિંહને તેના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કરે છે. આ બ્રાન્ડ સંપૂર્ણ હોમ લાઇફસ્ટાઇલ બ્રાન્ડ તરીકે તેમના સમગ્ર ભારતમાં વિસ્તરણ કરવા માટે આ સહયોગ દ્વારા બૉલિવુડ આઇકન સાથે 360-ડિગ્રી ડિજિટલ રાષ્ટ્રીય અભિયાન શરૂ કરવાની યોજના ધરાવે છે.
સ્લીપીહેડ એ ડીટુસી ફર્નિચર અને હોમ ડેકોર બ્રાન્ડ છે, જે નવા યુગના ઘરના ખરીદદારો માટે સુલભ કિંમતે ડિઝાઇન-ફર્સ્ટ, ઉચ્ચ ગુણવત્તાની પ્રોડક્ટ્સ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ સહયોગ બ્રાન્ડ માટે 2025 સુધીમાં 1000 કરોડની બ્રાન્ડ બનવાના સીમાચિહ્નને હાંસલ કરવા અને યુવા ભારત માટે ઘરેલુ જીવનશૈલી બ્રાન્ડ બનાવવા માટે મહત્વપૂર્ણ રહેશે.
બ્રાન્ડની વૃદ્ધિ યાત્રા પર બોલતા મેથ્યુ જોસેફ, સીઈઓ અને કો-ફાઉન્ડરે જણાવ્યું, “સ્લીપીહેડનું મિશન વિચારપૂર્વક ડિઝાઇન કરાયેલા ઉત્પાદનોના માધ્યમથી રોજિંદા જીવનને રસપ્રદ અને શાનદાર બનાવવાનું છે. રણવીર સિંઘ એ ભારતના સૌથી યુવા સુપરસ્ટાર અને સ્ટાઈલ આઈકોન છે, જે તેમને અમારી બ્રાન્ડનું પ્રતિનિધિત્વ કરવા માટે સંપૂર્ણ પસંદગી બનાવે છે. તે બ્રાન્ડની વિશિષ્ટતા, ગુણવત્તા પ્રત્યે પ્રતિબદ્ધતા અને અનન્ય ડિઝાઇન પર નજર રાખે છે. અમારા વ્યાપક પોર્ટફોલિયોના વિસ્તરણ સાથે રણવીરના જાદુને જોડીને, અમે અમારા વિકાસના માર્ગને સુપરચાર્જ કરી રહ્યા છીએ અને ફર્નિચર અને હોમ ડેકોર માર્કેટનો સિંહફાળો ઑનલાઈન મેળવવાનું લક્ષ્ય રાખીએ છીએ.”
જોડાણ પર, સ્લીપીહેડના બ્રાન્ડ માર્કેટિંગના હેડ, અરહા પદમને જણાવ્યું, “અમારા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રણવીર સિંઘને આવકારવાનો આ યોગ્ય સમય છે, કારણ કે સ્લીપીહેડ એક અવિશ્વસનીય પરિવર્તનનું સાક્ષી છે. ક્રાંતિકારી બેડ-ઇન-એ-બોક્સ કોન્સેપ્ટ સાથે મેટ્રેસ માર્કેટ પર પ્રભુત્વ મેળવવાથી, હવે અમે ફર્નિચર અને ઘરની સજાવટના અવકાશમાં ઝડપથી વૃદ્ધિ કરી રહ્યા છીએ. રણવીર સાથેના અમારા આગામી અભિયાનમાં અમે અમારી પ્રબળ શ્રેણીમાં નવી ટ્રેડમાર્કવાળી ટેક્નોલોજી – મેટ્રેસ, આકર્ષક રીતે સ્ટાઇલિશ સોફા અને રિક્લિનર્સની નવી શ્રેણી સાથે લૉન્ચ કરીશું.
જોડાણ વિશે વાત કરતાં બૉલિવુડ આઇકોન રણવીર સિંહે જણાવ્યું, “મારા માટે ઘર એ જ આનંદની જગ્યા છે. સારી રીતે ક્યુરેટ કરાયેલ ઘર આપની સર્જનાત્મક ઊર્જા તેમજ આપની આરામની જરૂરિયાતોને સંતુલિત કરે છે. મને ગમ્યું કે કેવી રીતે સ્લીપીહેડ ફર્નિચર રોજિંદા જીવનને સરળ અને ઉત્તેજક બનાવવા માટે જીવંત વિચારશીલ ડિઝાઇન, ઉત્તમ દેખાવ અને ઉચ્ચ ગુણવત્તા લાવે છે. હું આ પ્રવાસનો ભાગ બનવા અને ભારતીય ઘરોને રસપ્રદ અને શાનદાર બનાવવાના તેમના વિઝનને સાકાર કરવામાં મદદ કરવા માટે ઉત્સાહિત છું.”
અત્યાર સુધીમાં, સ્લીપીહેડને રૂપિયા 200 કરોડનું સંચિત ભંડોળ પ્રાપ્ત થયું છે, જેમાં 2018માં લાઇટહાઉસ ફંડ્સમાંથી પ્રારંભિક ભંડોળ અને નોર્વેસ્ટ વેન્ચર પાર્ટનર્સ પાસેથી 2021માં ગ્રોથ રાઉન્ડ છે. બ્રાન્ડે નાણાકીય વર્ષ 21-22ના અંતે 150 કરોડ રૂપિયાની આવક નોંધાવી હતી.