અમદાવાદ : અગ્રણી ઇન્ટિગ્રેટેડ સોલર એનર્જી સોલ્યુશન પ્રોવાઇડર GP ECO SOLUTIONS INDIA LIMITED જાહેર કર્યું છે તે તેનું પ્રારંભિક જાહેર ભરણું (IPO) શુક્રવાર, 14 જૂન, 2024ના રોજ ખૂલશે. એન્કર પોર્શન ગુરૂવાર, 13 જૂન, 2024ના રોજ ખૂલશે તથા ઇશ્યૂ બુધવાર, 19 જૂન, 2024ના રોજ બંધ થશે. કંપની ઓફરિંગમાંથી આશરે રૂ. 30.79 કરોડ (અપર બેન્ડ) ઊભાં કરીને NSE ઇમર્જ ઉપર લિસ્ટ થવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. ઇશ્યૂનો પ્રાઇઝ બેન્ડ પ્રતિ શેર રૂ . 90-94 નિર્ધારિત કરાયો છે તથા લોટ સાઇઝ 1,200 ઇક્વિટી શેર્સ રહેશે.
કોર્પોરેટ કેપિટલ વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે, જ્યારે બિગશેર પ્રાઈવેટ લિમીટેડ રજિસ્ટ્રાર છે. કોર્પોરેટ કેપિટલ વેન્ચર્સ પ્રાઈવેટ લિમીટેડે તાજેતરના મહિનાઓમાં જ સફળ એસએમઇ આઈપીઓની શ્રૃંખલા પૂર્ણ કરી છે, જેમાં અલ્પેક્ષ સોલર, રોકિંગડીલ્સ, એસેન્ટ માઈક્રોસેલ, ઓરિઆના પાવર, દ્રોણાચાર્ય અને ક્રેયોન્સ એડવર્ટાઈઝિંગ સહિતના ઈશ્યુનો સમાવેશ થાય છે.
નોઇડામાં હેડક્વાર્ટર ધરાવતી કંપનીના આઇપીઓમાં બુક-બિલ્ડિંગ રૂટથી પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા 32,76,000 ઇક્વિટી શેર્સ સામેલ છે. માર્કેટ મેકર માટે 3.27 લાખ ઇક્વિટી શેર્સ, એન્કર ઇન્વેસ્ટર્સ માટે 8.83 લાખ ઇક્વિટી શેર્સ, એનઆઇઆઇ માટે 4.44 લાખ ઇક્વિટી શેર્સ, ક્યુઆઇબી માટે 5.89 લાખ ઇક્વિટી શેર્સ તથા રિટેઇલ પોર્શન માટે 10.32 લાખ ઇક્વિટી શેર્સ અનામત રખાયા છે.
આરએચપી અનુસાર જીપી ઈકો આઈપીઓની રકમમાંથી 12.45 કરોડ રૂપિયાનો ઉપયોગ કંપનીની વર્કિંગ કેપિટલની જરૂરિયાતોને પૂરી કરવા માટે કરવા માગે છે તેમજ પ્લાન્ટ, મશીનરીની પ્રાપ્તિ અને નવી ફેસિલિટી ઉભી કરવા માટે તેની સબસીડિયરી ઈનવર્જી ઈન્ડિયા પ્રાઈવેટ લિમીટેડ (IIPL)માં 7.6 કરોડ રૂપિયાનું રોકાણ કરવા માગે છે. બાકીની રકમનો ઉપયોગ કોર્પોરેટના સામાન્ય હેતુઓ પાછળ કરવામાં આવશે. કંપની ઉત્તર પ્રદેશના નોઈડાના ગૌતમ બુદ્ધનગરમાં તૈયાર થઈ રહેલી તેની સૂચિત એસેમ્બલિંગ ફેસિલિટીમાં સોલર ઈનવર્ટર એસેમ્બલ કરવા માગે છે, આ ફેસિલિટી 2024-25ના નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં ટ્રાયલ પૂર્ણ કરીને વ્યાવસાયિક ધોરણે ઉત્પાદન શરૂ કરે તેવી શક્યતા છે.
31 માર્ચ 2023ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષના નવ મહિના દરમિયાન જીપી ઈકોએ 78.40 કરોડ રૂપિયાની સુદ્રઢ આવક અને 4.73 કરોડ રૂપિયાનો નફો (PAT) નોંધાવ્યો છે. 2022-23ના નાણાકીય વર્ષ દરમિયાન કંપનીએ 101.21 કરોડ રૂપિયાની આવક અને 3.7 કરોડ રૂપિયાનો નફો (PAT) નોંધાવ્યો હતો. જીપી ઈકો તેની આવકનો નોંધપાત્ર હિસ્સો ઉત્તર પ્રદેશમાંથી મેળવે છે, ત્યારબાદ ક્રમશઃ હરિયાણા, મહારાષ્ટ્ર અને તમિલનાડુનો ક્રમ આવે છે.