વિરોધ પક્ષોના દિગ્ગજો એક મંચ ઉપર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી :  દેશભરમાંથી હજારોની સંખ્યામાં ખેડુતો આજે દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં પહોંચ્યા હતા. ખેડુતોએ રામલીલા મેદાનથી સંસદ માર્ગ સુધી કૂચ કરીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. દેશભરમાંથી આવેલા ખેડુતોએ લોન માફી અને પાકની સારી કિંમતો મેળે તેને લઈને જારદાર માંગ કરી હતી. ખેડુત આંદોલનની સાથે સાથે નીચે મુજબ છે.

¨              દેશભરના હજારો ખેડુતો રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં એકત્રિત થયા
¨              દેવા માફી અને પાક માટે વધુ સારા એમએસપી સહિતના મુદ્દાને લઈને દિલ્હીમાં ખેડુતો એકત્રિત
¨              જુદા જુદા વર્ગના લોકો પણ ખેડુતો સાથે જાડાતા મોદી સરકાર ઉપર દબાણ
¨              ખેડુતોના આંદોલનના કારણે દિલ્હીમાં ટ્રાફિક જામની Âસ્થતિ સર્જાઈ ગઈ
¨              અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમિતિના નેતૃત્વમાં આયોજન કરાયું
¨              ૨૦૬થી પણ વધુ સંગઠનો કિસાન આંદોલન સાથે જાડાયા
¨              અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમિતિના બેનર હેઠળ આયોજિત આંદોલનમાં કોંગ્રેસ સહિતના મોટા રાજકીય પક્ષોના લોકો જાડાયા
¨              દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી અને એનસીના નેતા ફારૂક અબ્દુલ્લા પણ ઉપસ્થિત રહ્યા
¨              કેજરીવાલ અને રાહુલ દ્વારા મોદી સરકાર પર પ્રહાર કરાયા
¨              દિલ્હીમાં આંદોલનના કારણે પાંચ રાજ્યોમાં યોજાઈ રહેલી ચુંટણીમાં ભાજપની સમસ્યામાં વધારો
¨              રાજસ્થાનમાં વિધાનસભાની ચુંટણી બાકી છે ત્યારે દિલ્હીમાં હજારોની સંખ્યામાં ખંડુતો એકત્રિત થયા
¨              રાષ્ટ્રીય પાટનગરમાં ખેડુત રેલીને લઈને પોલીસ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી
¨              વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ વિદેશ યાત્રા ઉપર છે ત્યારે ખેડુતો દિલ્હીમાં એકત્રિત થયા
¨              રાહુલ ગાંધી બાદ અરવિંદ કેજરીવાલે પણ ખેડુતોને સંબોધન કર્યું

 

Share This Article