આયરલેન્ડ સામેની ભારતીય ટીમના કોચ લક્ષ્મણ બની શકે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભારતીય ટીમ ૨૬ અને ૨૮ જૂને આયરલેન્ડ સામે બે ટી૨૦ મેચ રમશે. જાે કે મુખ્ય ટીમ ૨૪થી ૨૭ જૂન વચ્ચે લીસેસ્ટર સામે પ્રેક્ટિસ મેચ રમશે અને ત્યારબાદ ૧લી જુલાઈએ ઈંગ્લેન્ડ સામે ર્નિણયાક ટેસ્ટ મેચ રમશે. ભારતીય ક્રિકેટ બોર્ડના સૂત્રના મતે દ્રવિડ ઈંગ્લેન્ડ જવાનો હાવોથી આયરલેન્ડ સામેની મેચમાં ભારતીય ટીમના કોચની જવાબદારી લક્ષ્મણને સોંપવામાં આવી શકે છે.

ગત વર્ષે ભારતીય ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસે ગઈ ત્યારે હેડ કોચ રવિ શાસ્ત્રી ટીમ ઈન્ડિયા સાથે હતા જ્યારે તે જ ગાળામાં શ્રીલંકા સામેની ટી૨૦ શ્રેણીમાં એનસીએના વડા રાહુલ દ્રવિડને બીજી ટીમના કોચની જવાબદારી સોંપવામાં આવી હતી. ભારતીય ટીમ આગામી જુલાઈમાં ઈંગ્લેન્ડમાં એક ટેસ્ટ, ત્રણ ટી૨૦ અને તેટલીજ વન-ડે મેચ રમશે. તેના એક સપ્તાહ બાદ ભારત ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે પાંચ ટી૨૦ મેચ રમશે.નેશનલ ક્રિકેટ એકેડમીના વડા અને પૂર્વ ક્રિકેટર વી વી એસ લક્ષ્મણને આગામી મહિને આયરલેન્ડ સામે ભારતીય ટીમના કોચ બનાવવામાં આવી શકે છે.

ભારત અને આયરલેન્ડ વચ્ચે બે ટી૨૦ મેચ રમાશે. આ જ ગાળામાં ભારતની મુખ્ય ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે જશે અને બાકી રહેલી પાંચમી ટેસ્ટ મેચ રમશે. ભારતના હેડ કોચ રાહુલ દ્રવિડ મુખ્ય ટીમ સાથે ઈંગ્લેન્ડ જશે. જેથી આયરલેન્ડ સામેની બે મેચમાં લક્ષ્મણને કોચ બનાવવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.

Share This Article