કુપોષણ નિયંત્રણની ‘પૂર્ણા’ યોજનાનું લોન્ચીગ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ગાંધીનગર ખાતે મહિલા-બાળ વિકાસ વિભાગના ઉપક્રમે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પોષણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. તેમજ રાજ્યસ્તરીય અભિમુખતા કાર્યશાળાનું ઉદઘાટન કર્યુ હતું.

તેમણે જણાવ્યું કે, રાજ્યવ્યાપી પોષણ અભિયાનએ રાષ્ટ્ર-રાજ્યની ભાવિ પેઢી સમાન ડેમોગ્રાફીક ડીવીડન્ડની સક્ષમતાનું આગવું કદમ બનવાનું છે. તેમણે પોષણ અભિયાનના વ્યાપક લાભ રાજ્યના અંતરિયાળ-દૂર દરાજના વિસ્તારો સહિત ખૂણે-ખૂણે પહોચાડી ભવિષ્યની માતા-દિકરીઓ અને બાળકોની તંદુરસ્તી-સુખાકારી માટેની અભિનવ પહેલ ‘પૂર્ણા’ યોજના પ્રિવેન્શન ઓફ અંડર ન્યુટ્રિશન એન્ડ રિડકશન ઓફ ન્યૂટ્રીશનલ એનિમીયાએ અમોંગ એડોલસન્ટ ‘ગર્લ્સ’નો પ્રારંભ પણ કરાવ્યો હતો જેના તહેત રાજ્ય સરકારે ર૭૦ કરોડ રૂપિયા કિશોરીઓ- દિકરીઓમાં કુપોષણ-એનિમિયા નિયંત્રણ માટે ફાળવ્યા છે.

આ યોજના તહેત રાજ્ય સરકારે ર૭૦ કરોડ રૂપિયા કિશોરીઓ- દિકરીઓમાં કુપોષણ-એનિમિયા નિયંત્રણ માટે ફાળવ્યા છે. આ અભિયાન દેશભરના ૭૧૮ જિલ્લાઓ આવરી લેવાનું આયોજન કરાયું છે, તે પૈકી ૫૫૦ જિલ્લાઓ આવરી લેવાયા છે અને જાન્યુઆરી-૨૦૧૯ સુધીમાં બાકીના ૧૬૮ જિલ્લાઓ આવરી લેવાનું આયોજન છે. આ માટે વર્લ્ડબેન્ક દ્વારા રૂ.૯૦૪૬ કરોડની લોન મળી છે.

વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં આદિજાતિ વિસ્તારોના બાળકોને પોષણક્ષમ બનાવવા રાજ્ય સરકારે દૂધ સંજીવની યોજના શરૂ કરી છે તેની ભૂમિકા આપતાં આંગણવાડીઓમાં પોષણયુકત આહાર આપી આંગણવાડીઓને નંદઘર તરીકે પ્રસ્થાપિત કરી રાજ્યની આવનારી પેઢીને પોષણ સજ્જ બનાવવાની નેમ રાખી છે તેમ પણ ઉમેર્યું હતું.

રાજ્યના દાહોદ-નર્મદા બે જિલ્લા કેન્દ્ર સરકારે જાહેર કરેલા દેશના ૧૧૭ એસ્પિરેશનલ ડિસ્ટ્રીકટમાં ૧૭ અને ૧૮માં ક્રમે હતા તેમાંથી દાહોદ પ્રથમ ક્રમે આવ્યું છે તેની સરાહના તેમણે કરી હતી.

Share This Article