અમદાવાદ: પ્રોક્ટર એન્ડ ગેમ્બલ (પીએન્ડજી)એ આજે અનોખા અને ઈનોવેટિવ બિઝનેસ સોલ્યુશન્સ પર બહારના ભાગીદારોને જોડવા માટે લાખ્ખો ડોલરનું ઈનોવેશન સો‹સગ ફંડ સ્થાપવાની જાહેરાત કરી છે. આ રોકાણની જાહેરાત સાથે પીએન્ડજીએ આજે ઈનોવેટિવ ઉદ્યોગ અવ્વલ સોલ્યુશન્સ ઓફર કરતાં સ્ટાર્ટ-અપ્સ, નાના વેપારો, વ્યક્તિગતો અથવા મોટી સંસ્થાઓને ઓળખવા અને તેને જોડવા પર કેન્દ્રિત ભારતમાં તેનો પ્રથમ પ્રોગ્રામ વીગ્રો લોન્ચ કર્યો હતો. પ્રોગ્રામના આરંભ માટે પીએન્ડજી દ્વારા મુંબઈમાં તા.૧૦ અને ૧૧ ઓકટોબર એમ બે દિવસીય વીગ્રો એક્સટર્નલ બિઝનેસ પાર્ટનર સમિટનું પણ આયોજન કરાયું છે.
આ પ્રકારના આયોજન પીએન્ડજીની લીડરશિપ ટીમ સામે તેમનાં સોલ્યુશન્સ રજૂ કરવા માટે મંચ પૂરું પાડે છે. વીગ્રો સમિટ સપ્લાય ચેઈન સોલ્યુશન્સ, કાચા માલોના ઈનોવેશન્સ, ગ્રાહકો માટે ઉત્કૃષ્ટ બ્રાન્ડ અને માર્કેટિંગ સોલ્યુશન્સ, પેકેજિંગ પર ઈનોવેશન અને પ્રોડક્ટિવિટી આઈડિયાઝ વગેરે જેવાં વિવિધ ક્ષેત્રોમાં ઈનોવેટિવ બિઝનેસ આઈડિયાઝ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
પીએન્ડજીના ભારત ઉપખંડના એમડી અને સીઈઓ મધુસૂદન ગોપાલને જણાવ્યું હતું કે, ઈનોવેશન પીએન્ડજીમાં અમે જે પણ કરીએ તે બધામાં ઊંડાણથી સંડોવાયેલું છે. અમે માનીએ છીએ કે જોડાણ કરવાથી ઈનોવેશનને ગતિ મળે છે અને ઈકોસિસ્ટમમાં એકત્ર કામ કરવા માટે બધા હિસ્સાધારકો એકત્ર આવે ત્યારે મોટી જીત હાંસલ કરી શકાય છે. ભારતમાં ગતિશીલ બજારમાં ઉત્ક્રાંતિ પામતા ગ્રાહકોના વર્તનને ધ્યાનમાં લેતાં આ રોમાંચક સમય છે. ભારતીય બજાર વર્તમાન વર્ષોમાં ઈનોવેશનમાં આગળ છે, જેણે વૈશ્વિક સ્તરે કંપની માટે અગ્રતા આપવાનું ચાલુ રાખ્યું છે. અમને વિશ્વાસ છે કે, અમારી પહેલ વીગ્રો અને અમારા ઈનોવેશન સો‹સગ ફંડ થકી અમે અમારા પ્રવાસમાં સક્ષમ રીતે વૃદ્ધિ કરવા અમારે માટે વ્યૂહાત્મક અનુકૂળ અત્યાધુનિક સોલ્યુશન્સને ઓળખી તેનો અમલ કરી શકીશું. બહારના વેપાર ભાગીદારી થકી ઈનોવેશન સોલ્યુશન્સ લાવવા માટે પીએન્ડજીએ તેનું ઓનલાઈન મંચ પીએન્ડજી હેકેથોન પણ લોન્ચ કર્યું છે. આ મંચ બહારી વેપાર ભાગીદારોને કંપનીની જરૂરતો સાથે જોડે છે, જેને લીધે સંગઠિત ઈકોસિસ્ટમ નિર્માણ થાય છે. ઓનલાઈન મંચ પીએન્ડજી હેકેથોન સ્ટાર્ટ-અપ્સ, નાના વેપારો અને મોટી સંસ્થાઓને તેમના ઈનોવેશન સોલ્યુશન્સ પીએન્ડજીની આગેવાની સામે રજૂ કરવા અને કંપની સાથે તેમની વેપાર તકો સંરક્ષિત કરવામાં મદદરૂપ થશે.