આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત ઇસરોના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી આજે સવારે ટોપના વૈજ્ઞાનિકો અને ટોપના નિષ્ણાંત અધિકારીઓની હાજરીમાં પીએસએલવીસી -૪૭ને લોંચ કરવામાં આવ્યા બાદ ખુશીનુ મોજુ ફરી વળ્યુ હતુ. આ લોંચ વ્હીકલ મારફતે અમેરિકાના ૧૩ નેનૌ સેટેલાઇટને લોંચ કરવામાં આવ્યા હતા. સાથે સાથે ભારતના ત્રીજી પેઢીના કાર્ટોસેટ-૩ ઉપગ્રહને લોંચ કરીને ઇસરોએ મોટી સિદ્ધી મેળવી હતી. કાર્ટોસેટને ભારતની આંખ તરીકે જોવામાં આવે છે. કારણ કે આ સેટેલાઇટ સુરક્ષાની દ્રષ્ટિએ ખુબ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરનાર છે. ચન્દ્રયાન-૨ બાદ ઇસરો દ્વારા પ્રથમ કામને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યુ હતુ. કાર્ટોસેટ-૩ સેટેલાઇટના કેમેરા ખુબ આધુનિક અને વધારે અસરકારકતા ધરાવે છે. કેમેરાના સ્પેશિય અને રેજોલ્યુશન ખુબ વધારે છે. તેમાં દુનિયાના સૌથી શક્તિશાળી કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે. આની મદદથી ૫૦૯ કિલોમીટરની ઉંચાઇથી ખુબ જ સાફ અને સ્વચ્છ ફોટો પાડી શકાય છે.
આટલી ઉંચાઇ પરથી તે એવી ચીજો ને પણ જોઇ શકે છે જેમની વચ્ચે અંતર ૨૫ સેન્ટીમીટર રહે છે. એક અધિકારીના કહેવા મુજબ ભારતની પાસે હાલમાં જે ઉપલબ્ધ રહેલા સેટેલાઇટમાં કાર્ટોસેટ-૩માં સૌથી વધારે એડવાન્સ્ડ સ્પેશિયલ રેજોલ્યુશન છે. જમીનથી એક ફુ ટ ઉંચી ચીજો ને પણ તે સારી રીતે જોઇ શકે છે. સુરક્ષા દળો માટે આ ઉપગ્રહ સૌથી વધારે અસરકારક રહેનાર છે. આના કારણે સુરક્ષા દળોની સ્પેસ સર્વેલાન્સની ક્ષમતામાં અનેક ગણો વધારો થનાર છે. પેનક્રોમમેટિક મોડમાં તે ૧૬ કિમી અંતરથી સ્પેશિયલ રેંજ કવર કરી શકે છે. ઉપગ્રહને સફળતાપૂર્વક પરિભ્રમણ કક્ષામાં ગોઠવી દેવામાં આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ વૈજ્ઞાનિકો અને ઇસરોની ટીમને શુભેચ્છા પાઠવી હતી. મોદીએ કહ્યુ હતુ કે ઇસરોની ટીમને તેઓ શુભેચ્છા પાઠવે છે. આની મદદથી ઇન્ફ્રાસ્ટકચર પ્લાનિંગ, કોસ્ટલ જમીનનો ઉપયોગ અને નિયમન તેમજ માર્ગોના નેટવર્કને મોનિટરિંગ કરવામાં મદદ મળશે.
ભૌગોલિક સ્થિતિ માં થતા ફેરફારોને પણ જોઇ શકાય છે. એક હજાર ૬૦૦ કિલોના આ સેટેલાઇટ પાંચ વર્ષ સુધી પરિભ્રમણ કક્ષામાં રહેનાર છે. લોંચ ઇસરોના વડા કે શિવને કહ્યુ હતુ કે તેઓ ખુબ ખુશ છે. પીએસએલવી-સી ૪૭ દ્વારા બીજા ઉપગ્રહોને તેમની પરિભ્રમણ કક્ષામાં ગોઠવી દેવામાં આવ્યા છે. કાર્ટોસેટ સૌથી વધારે રેજોલ્યુશનવાળા સેટેલાઇટ તરીકે છે. અમારી પાસે માર્ચ સુધી માટે ૧૩ મિશન રહેલા છે. જેમાં છ લાર્જ વ્હીકલ મિશન છે. સાત સેટેલાઇટ મિશન છે. અત્રે નોંધનીય છે કે સપ્ટેમ્બર મહિનામાં ભારતના ઐતિ મહત્વકાંક્ષી મિશન ચન્દ્રયાન-૨ને અપેક્ષા મુજબ સફળતા ન મળતા કરોડો દેશવાસીઓ અને વૈજ્ઞાનિકોમાં નિરાશાનુ મોજુ ફરી વળ્યુ હતુ. આની સાથે જ ચન્દ્રની ધરતી ભારતીય તિરંગો ફરકાવવાનુ દરેક ભારતીયનુ સપનુ તુટી ગયુ હતુ.
સાતમી સપ્ટેમ્બરના દિવસે વહેલી પરોઢે દિલધડક અને શ્વાસ અદ્ધર કરી નાંખે તેવા ઘટનાક્રમના દોરમાં ચન્દ્રયાન-૨ પોતાના મિશન પર સફળતાપૂર્વક આગળ વધતી વેળા જ એકાએક સમસ્યા ઉભી થઇ હતી. ચન્દ્રયાન-૨ના ભાગરૂપે લેન્ડર વિક્રમ ચન્દ્રની સપાટીને સ્પર્શ કરવા માટે સફળ રીતે આગળ વધી રહ્યુ હતુ. વૈજ્ઞાનિકો પણ બેંગલોરમાં ઇસરોના મુખ્ય કેન્દ્રો પર ટીવી સ્ક્રીન પર બાજ નજર રાખીને બેઠા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ લેન્ડર વિક્રમની આગેકુચને ઉત્સુક વેજ્ઞાનિકો અને દેશભરમાંથી આવેલા ૭૪ બાળકોની સાથે જો ઇ રહ્યા હતા. દેશભરના કરોડો ભારતીય લોકો પણ ટીવી પર આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે તૈયાર હતા. લેન્ડર વિક્રમ એકપછી એક સપાટીને પાર કરીને આગળ વધી રહ્યુ હતુ. વૈજ્ઞાનિકો તાળીઓથી લેન્ડર વિક્રમની કુચને વધાવી રહ્યા હતા. છેલ્લી નિર્ણાયટક ઘડી ત્યારબાદ આવી હતી. લેન્ડર વિક્રમ ચન્દ્રની સપાટી પરથી માત્ર ૨.૧ કિલોમીટરના અંતરે હતુ. એ વખતે જ અચાનક લેન્ડરનો સંપર્ક તુટી ગયો હતો. તમામ સ્ક્રીન પર આવી રહેલા ડેટા એકાએક દેખાવવાનુ બંધ થઇ જતા નિરાશા વધી ગઇ હતી. ઇસરો ભવિષ્યમાં ફરી પ્રયાસ કરવા માટે તૈયાર છે.