ભારતમાં પરવડે તેવી અને ઉચ્ચ-ગુણવત્તાવાળી ડિજિટલ જીવનશૈલી અને ઑડિયો એક્સેસરીઝ બ્રાન્ડની ઝડપથી વિકાસ પામી રહેલી અને અગ્રણી નિર્માતા કંપની pTron દ્વારા આજે ગેમિંગ અને મનોરંજન માટે ટેન્જેન્ટ અર્બન નામથી નેક્સ્ટ જનરેશનના વાયરલેસ નેકબેન્ડ ઇઅરફોન બહાર પાડવામાં જાહેરાત કરવામાં આવી છે.
અસામાન્ય ગેમિંગ અનુભવ અને એક જ વખતે ચાર્જિંગ કરવા પર અભૂતપૂર્વ 60Hrsની બૅટરી આવરદા સાથે માટે પોતાની માલિકીની AptSense ટેકનોલોજી દ્વારા તૈયાર કરવામાં આવેલી ટેન્જેન્ટ અર્બન શહેરી યુવાનો માટે બનાવવામાં આવી છે, જેનાથી પહેરનારાઓને સંગીત, મનોરંજન અને ટોક ટાઈમના અસલ ઑડિયો આઉટપુટનો આનંદ મળી શકે છે.
આ લોન્ચિંગ અંગે pTron ના સ્થાપક અને CEO અમીન ખ્વાજાએ જણાવ્યું હતું કે, “દરેક ઉત્સાહી ગેમર માટે ભલે તેમના ઉપકરણ અને ઇઅરફોન વચ્ચે ખૂબ જ નાની માત્રામાં અંતરાય આવી જાય તો પણ ખરેખરમાં તેમની ગેમમાં જીવન અને મરણ જેવી સ્થિતિ આવી જાય છે. એ વાતને ધ્યાનમાં રાખીને, અમે ગેમિંગ, મનોરંજન અને કૉલ્સ માટે અલ્ટીમેટ નેકબેન્ડ ટેન્જેટ અર્બન તૈયાર કરી છે. પરવડે તેવા ભાવે શ્રેષ્ઠ ગુણવત્તાના ઇઅરફોન શોધી રહ્યાં હોય તેવા યુવા ટ્રેન્ડસેટરો માટે પરફેક્ટ સાથી સમાન આ ટેન્જેન્ટ અર્બન વાયરલેસ ઑડિયો સેગમેન્ટમાં એક નવતર પ્રવેશ છે જે પોતાના વર્ગમાં શ્રેષ્ઠ 60 કલાકનો પ્લેટાઇમ, DSP ENC ટેક અને AptSense 50ms ગેમિંગ ટેકનોલોજી આપે છે. પાવરફુલ અને પ્રતિભાશાળી ટેન્જેન્ટ અર્બન તેના હરીફો કે જેઓ 2x કિંમતે આના જેવી જ સ્પેસિફિકેશન વાળી વાયરલેસ નેકબેન્ડ આપે છે તેમની સરખામણીએ ટોચે આવે છે અને માત્ર INR 799/-ની અતુલ્ય લોન્ચિંગ કિંમતે આ નેકબેન્ડ ઉપલબ્ધ કરાવે છે.”
કોઇપણ ઉપકરણ સાથે ઝડપી અને અવિરત 1-સ્ટેપ જોડી બનાવવાની સવલત આપવા માટે સૌથી અદ્યતન બ્લુટૂથ v5.3થી સજ્જ, તદ્દન નવી ટેન્જેન્ટ અર્બન એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે જેઓ કૉલ્સ અને મ્યુઝિક માટે સૌથી શ્રેષ્ઠ ઇચ્છે છે, અને આ નેકબેન્ડ વપરાશકર્તાઓને અસિમિત વાયરલેસ ઑડિયોનો અનુભવ આપે છે. 10mm ડાયનેમિક ડ્રાઇવર્સ અને તજજ્ઞતાપૂર્વક તૈયાર કરવામાં આવેલા EQ સહિત TrueSonic બાઝ બૂસ્ટ ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવેલા ટેન્જેન્ટ અર્બન મહત્તમ પરફોર્મન્સ આપે છે જેથી તમે તમારા બાઝ-હેવી મ્યુઝિકમાં પ્રત્યેક બીટનો અનુભવ કરી શકો.
પાતળા અને પ્રતિભાશાળી ટેન્જેન્ટ અર્બન મેગ્નેટિંગ લૉકિંગ IPX4 રેટિંગ વાળી ઇઅરટીપ્સ ડિઝાઇન સાથે આવે છે જે સ્પોર્ટ્સ અને સક્રીય જીવનશૈલી માટે ખાસ તૈયાર કરવામાં આવી છે અને તમને પરસેવો અથવા રજકણો ચોંટે તો પણ સતત ચોંટેલા રહે છે. લવચિકતા અને આરામદાયકતાને મહત્તમ બનાવીને ટેન્જેન્ટ અર્બનની ઇનોવેટિવ ડિઝાઇન અવાજની ગુણવત્તા કોઇપણ બાંધછોડ કર્યા વગર લાંબા સમય સુધી ઉપયોગમાં લઇ શકાય તે વાતને ધ્યાનમાં રાખીને તૈયાર કરી છે. USB C ક્વિક ચાર્જિંગ ક્ષમતા સાથે, આ નેકબેન્ડ માત્ર 10 મિનિટના ચાર્જિંગમાં 4H પ્લેની ક્ષમતા આપે છે. આ નેકબેન્ડ સરળ અને ટકાઉ બટન કંટ્રોલ આપે છે જેથી મ્યુઝીક, કૉલ્સને નિયંત્રિત કરી શકાય અને વૉઇસ આસિસ્ટન્ટને સક્રીય કરી શકાય.
જીવનની ભાગદોડ સાથે સૂમેળ રહે તેવી રીતે ડિઝાઇન કરવામાં આવેલી pTron ટેન્જેન્ટ અર્બન વાયરલેસ નેકબેન્ડ તમને દરેક પ્રસંગે આગળ વધતા રાખે છે, પછી ભલે તે સવારની કેઝ્યુઅલ દોડ હોય કે જીમમાં વ્યસ્ત વર્કઆઉટ હોય. ડ્યૂઅલ ડિવાઈસ કનેક્ટિવિટીથી સજ્જ, ટેન્જેન્ટ અર્બન ઘરની અંદર કે બહાર ઑનલાઈન કોન્ફરન્સ, મીટિંગ્સ, ક્લાસ અને રિમોટ ઑફિસો માટે પણ યોગ્ય ઉપકરણ છે.
pTron ટેન્જેન્ટ અર્બન ત્રણ આકર્ષક રંગો – મનપસંદ બ્લેક, ઓસિઅન ગ્રીન અને મેજિક બ્લુમાં આવે છે જેથી તમારી દૈનિક જીવનશૈલી સાથે અનુકૂળ રહે અને 18 મે 12PMથી તે માત્ર INR 799/-ની વિશેષ પ્રારંભિક કિંમતમાં ઉપલબ્ધ થશે.
લોન્ચિંગ માટે, ટેન્જેન્ટ અર્બન ફક્ત પ્રથમ 100 ગ્રાહકોને INR 99/-ની ઉત્સાહજનક કિંમતે ઉપલબ્ધ થશે.
pTron ટેન્જેન્ટ અર્બન – ટેકનિકલ સ્પેસિફિકેશન | |
પ્લે-ટાઇમ | 60 કલાક સુધી |
બ્લુટૂથ વર્ઝન | 10m રેન્જ સાથે Bluetooth v5.3 |
બિલ્ડ | 37g લાઇટવેઇટ, મેગ્નેટિક ફિનિશ ABS બોડી સાથે |
બૅટરી | 400mAh બિલ્ટ-ઇન રિચાર્જેબલ Li-Polymer |
ઑડિયો ટેકનોલોજી | 50ms લો બૅટરી, માલિકીની AptSenseTM ટેકનોલોજી સાથે |
ઘોંઘાટ કેન્સલેશન | DSP પર્યાવરણ ઘોંઘાટ કેન્સલેશન ટેકનોલોજી |
ડ્રાઇવર કદ | 10mm ડાયનેમિક બાઝ બૂસ્ટ ડ્રાઇવર્સ |
ચાર્જિંગનો સમય | 2Hrs કલાક સુધી |
વોટર રેસિસ્ટન્સ | IPX4 |
પ્રોડક્ટની લિંક: