અમદાવાદની હોળી આ વખતે કંઈક ખાસ બની રહેશે. કેમ કે, ફરી એકવાર બાલાજી ઈવેન્ટ હોળી રમવાના શોખિનો માટે જીમ લોન્જ, ધ વાઈટ ટાઈગર એન્ટરટેઈનમેન્ટ સાથે મળીને અનોખું આયોજન 25 માર્ચ ના રોજ શ્રી બાલાજી પ્રીમિયમ ફાર્મ ખાતે કરવા જઈ રહ્યું છે. નાસિક ઢોલ, લઠમાર હોળીની સાથે સાથે અનેક આનંદ કરાવતો સમન્વય આ ઈવેન્ટમાં જોવા મળશે. લાઈવ ડાન્સ અને ડી.જે.નો તડકો પણ ખરો. હોળી રમવાના શોખિન લોકો અત્યારથી જ આ ઈવેન્ટમાં આવવા ઉત્સુક છે કેમ કે, ડી.જે. તરલની સાથે સાથે ડી.જે. ડ્રેક તથા ડી.જે. સેમ જેઓ પોતાના મ્યુઝિકના જલવા સાથે લોકોને ડાન્સ પર ઝૂમવા માટે મજબૂર કરી દેશે. આ વખતે પણ હોળીના આ પ્રસંગમાં રંગોની સાથે સાથે અન્ય આયોજનો પણ આયોજકો દ્વારા કરવામાં આવ્યા છે.
હોળીના પ્રસંગને વધુ યાદગાર બનાવવા માટે લોકોની ડિમાન્ડને આધારે લઠમાર હોળી, અનલિમિટેડ કલર, ફેશ પેઈન્ટિંગ, બલૂન ફાઈટની મજા માણતા લોકોનો નજારો જોવા મળશે. એટલું જ નહીં નાશીક ઢોલ, ફોટો બૂથ, લાઈવ પેઈન્ટિંગ, ફોમ એમ વિવિધ પ્રકારની મજા અને ફૂલ એન્ટરટેઈનમેન્ટ માણતા લોકો રંગોના ઉત્સવમાં જોવા મળશે, આ તહેવાર ડબલ મસ્તી અને આનંદ સાથે માણી શકાય એ માટે નાનાથી લઈને મોટી એમ દરેક બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. જેથી ઘણા લોકો અત્યારથી જ હોલી કે રંગ અપનો કે સંગના પાસીસ લઈ રહ્યા છે જેઓ માટે ઓનલાઈન પણ બુક માય શો સહીતના પ્લેટફોર્મ પર વ્યવસ્થા કરવામાં આવી છે. અવાર નવાર અનોખી રીતે બાલાજી ઈવેન્ટ આયોજનો લોકોની જરુરીયાતને ધ્યાનમાં રાખીને કરતું આવ્યું છે. આ વખતે પણ અત્યારથી જ અદભૂત પ્રતિસાદ આ ઈવેન્ટને લઈને મળી રહ્યો છે જે તેની સફળતાને સૂચવે છે.