લાઠી(અમરેલી) : તા ૧૦/૦૯/૨૦૧૮ ના રોજ લાઠી તાલુકાના તમામ તલાટી કમ મંત્રી મંડળ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી કરી ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળ – ગુજરાત રાજ્ય અને અમરેલી જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના આદેશ અનુસાર લાઠી મામલતદાર કચેરી , અને લાઠી તાલુકા પંચાયત કચેરીએ હાજર રહી લાઠી તાલુકા તલાટી કમ મંડળના પ્રમુખ અજીતસિંહ જાળીયા, ઉપપ્રમુખ મુકેશભાઈ ડી. મારું તેમજ તલાટી કમ મંત્રી મંડળના અન્ય હોદ્દેદારો દ્વારા લાઠી મામલતદાર આર.કે મનાત અને તાલુકા વિકાસ અધિકારી જે.જે ભટ્ટને પોતાની કેડરની પડતર માંગણી અને પ્રશ્નોના નિવારણ માટે આવેદન પત્ર પાઠવ્યું.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઘણા રાજ્યોમાં પડશે કમોસમી વરસાદ
દેશભરમાં છેલ્લા 24 કલાકથી તાપમાન સતત વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગે કહ્યું છે કે, એક નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને...
Read more