લાઠી – હડતાળ પર બેઠેલા તલાટી કમ મંત્રીઓની હડતાળને સરપંચોનું સીધું સમર્થન

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

લાઠી :- હડતાળ પર બેઠેલા તલાટી કમ મંત્રીઓની હડતાળને સરપંચોનું સીધું સમર્થન લાઠી તાલુકાના સરપંચો દ્વારા આજરોજ તાલુકા પંચાયતે હડતાળ પર બેઠેલા તલાટી કમ મંત્રી છાવણીની મુલાકાત લઈને લાઠી તાલુકા પંચાયત પ્રમુખને લેખિત રજુઆત કરી તલાટી કમ મંત્રીઓના પડતર પ્રશ્નો તથા માંગણીઓને સંપૂર્ણ સમર્થ સાથે સરકારના તમામ કાર્યક્રમોનો હડતાળ પુરી ન થાય ત્યાં સુધી બહિષ્કાર કરવાનું પણ જણાવ્યું.

આ તકે તાલુકા પ્રમુખ જનકભાઈ તળાવીયાએ એ નિવેદન આપતા જણાવ્યું હતું કે તલાટી કમ મંત્રીઓના તમામ પડતર પ્રશ્નો તેમજ માંગણીઓ યથા યોગ્ય છે તો આ બેસુધ સરકારે ગ્રામ પંચાયતના વહીવટને ફરી ધબકતો કરવા માટે તલાટી કમ મંત્રીઓની તમામ યોગ્ય અને વ્યાજબી માંગણીઓ સ્વીકારી સત્વરે સુખદ તેમજ કાયમી ઉકેલ લાવવા તાલુકા પ્રમુખ દ્વારા મુખમંત્રીને પત્ર લખીને આ બાબતોની જાણ કરેલ છે.

રિપોર્ટ તથા તસ્વીર :- ચિરાગ ભટ્ટ

Share This Article