જો તમે પોસ્ટ ઓફિસમાં બચત ખાતું, પીપીએફ, કેવીપી ધરાવતા હોય તો જરૂર વાંચો

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

ભારત સરકારનાં નાણાં મંત્રાલય દ્વારા ૨૯ સપ્ટેબંર,૨૦૧૭ના રોજ જાહેર કરાયેલી એક અધિસુચના અનુસાર પોસ્ટ ઓફિસનાં બચત ખાતા ધારકો, પબ્લિક પ્રોવિડન્ડ ફન્ડ(પીપીએફ) ખાતા ધારકો, કિસાન વિકાસ પત્ર ધારકોને પોતાનો આધાર નંબર તથા મોબાઇલ નંબર પોતાના પોસ્ટ ઓફિસનાં બચત ખાતા, પબ્લિક પ્રોવિડન્ડ ફન્ડ(પીપીએફ) ખાતા અને કિસાન વિકાસ પત્ર સાથે નજીકની પોસ્ટ ઓફિસમાં જઇ લીંક કરાવવા વિનંતી કરવામાં આવે છે. પોસ્ટ ઓફિસમાં આધાર નંબર અને મોબાઇલ નંબર જમા કરાવવાની છેલ્લી તારીખ ૩૧ માર્ચ, ૨૦૧૮ છે.

 

 

Share This Article