ક્યાં સુધી કરી શકાશે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર માટેનું નોમિનેશન? અહીં જુઓ અંતિમ તારીખ

Rudra
By Rudra 1 Min Read

નવી દિલ્હી : મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આપણા બાળકોની ઉર્જા, નિશ્ચય, ક્ષમતા, ઉત્સાહ અને જોશની ઉજવણી કરવા માટે દર વર્ષે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારનું આયોજન કરે છે.

કોણ કરી શકે છે નોમિનેશન?

આ પુરસ્કાર માટે નોમિનેશન કરનાર બાળક ભારતીય નાગરિક હોવું જોઈએ અને ભારતમાં રહેતું હોવું જોઈએ.
તેની ઉંમર 18 વર્ષ (અરજી/નોમિનેશનની પ્રાપ્તિની છેલ્લી તારીખ સુધી) કે તેથી વધુ ન હોવી જોઈએ.

નોમિનેશનની અંતિમ તારીખ?

રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ પર એટલે કે https://awards.gov.in/ પર પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2025નું નોમિનેશન સબમિટ કરવાની છેલ્લી તારીખ 15/09/2024 છે.

Share This Article