અમદાવાદ: પોતાના દેખાવને વધારે સારો બનાવવા અને પોતાનો આત્મવિશ્વાસ વધારવાના માર્ગો શોધતી મહિલાઓ માટે અમદાવાદનું “ધ સ્કિન આર્ટિસ્ટ્રી” ઘણી ગયું છે. આ મહિલાઓ સેન્ટર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતા ઘણાં સોલ્યુશન્સ અપનાવી શકે છે. ભલે ને મહિલા એન્ટ્રેપ્રિનિયોર હોય કે પછી કોઈ પ્રોફેશનલ, દરેકને સુંદર દેખાવું પસંદ હોય છે અને પોતાના દેખાવને લઈને આત્મવિશ્વાસ અનુભવવા માંગે છે. આવી જ એક ટેક્નોલોજી જે અનિચ્છનીય વાળથી છુટકારો મેળવવાની જરૂરિયાતોને પૂરી કરે છે તે છે ‘વેગા કમ્ફર્ટ’ જે આજે શહેરમાં લોન્ચ કરવામાં આવી હતી.
એક સેગ્મેન્ટમાં, જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (JEETO), અમદાવાદ ચેપ્ટરની વુમન વિંગના સહયોગથી આજે શહેરમાં “ધ સ્કિન આર્ટિસ્ટ્રી” દ્વારા સેગમેન્ટના અગ્રણી એમએનસી રીવીલ લેઝર્સની આવી નવી ટેકનોલોજી લોન્ચ કરવામાં આવી હતી. ડો. હિતલ કુમાર પટેલ, ડર્મેટોલોજિસ્ટ અને મેડિકલ ડિરેક્ટર, ધ સ્કિન આર્ટિસ્ટ્રી’એ જણાવ્યું હતું કે, “વેગા કમ્ફર્ટ એ લેઝર હર રિમૂવલ કરવા માટે વિશ્વની પ્રથમ 2D, ડ્યુઅલ વેવલેન્થ ટેક્નોલોજી છે. આ વર્લ્ડ ક્લાસ ટેક્નોલોજી જૂની પદ્ધતિઓ કરતાં વધુ અસરકારક અને લાંબા સમય સુધી ચાલે છે. ટેક્નોલોજી વિશ્વભરમાં ડાર્ક સ્કિન ટોન સહિત તમામ પ્રકારની સ્કિન માટે સલામત હોવાનું સાબિત થયું છે.” આ ઉપરાંત, હાઈ-ફ્રિકવન્સી અલ્ટ્રાસાઉન્ડનો ઉપયોગ કરીને નોન- ઇન્વેસિવ ફેસલિફ્ટ માટેની નવી ટેક્નોલોજી, લિનિયાને પણ લોન્ચ કરવામાં આવી હતી.
ક્રિના શાહ, ચેરપર્સન, વુમન વિંગ, જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (JITO), અમદાવાદ એ જણાવ્યું હતું કે, “મહિલા માટે સુંદર દેખાવું એ જીવનનો એક માર્ગ છે, અને કેટલાક માટે તેમનો દેખાવ પ્રતિબિંબિત કરે છે કે તેઓ કેટલા આત્મવિશ્વાસુ અને સફળ છે, જો કે આ વાત દરેક માટે લાગૂ માની શકાય નહીં. અમે આ વર્લ્ડ- ક્લાસ ટેક્નોલોજીને અમારા શહેરમાં લાવવા માટે ડૉ. હિતલ પટેલ અને રિવીલ લેઝર્સના આભારી છીએ.કારણ કે તેમના સેન્ટર દ્વારા આપવામાં આવતા સોલ્યુશન્સ સ્કિન અને સુંદરતાના લેન્ડસ્કેપમાં વ્યાપક બદલાવ લાવશે.
આ પ્રસંગે બોલતા શ્રી કુંતલ દેબગુપ્તા, સીઈઓ- સાર્ક, રીવિલ લેઝર્સ એ જણાવ્યું હતું કે,”બિઝનેસ વુમન કુટુંબનું સંચાલન કરતી વખતે પણ તેમના વ્યવસાય અને તેમની ટીમ માટે બધું જ કરે છે. ટોન સેટ કરવા, માર્ગદર્શન આપવા, આ બધા માટે દરેકની નજર તમારા પર હોય છે અને તમારા પ્રયત્નો તામેં સફળતા સુધી પહોંચાડે છે. અમને અમદાવાદમાં સૌંદર્ય ક્ષેત્રે આ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ શરૂ કરવામાં આનંદ થાય છે જે ગુજરાતમાં બ્યુટી અને એસ્થેટિક્સના લેન્ડસ્કેપને બદલી નાખશે.”
શ્રી કૌશલ કે. શાહ, ડાયરેક્ટર, મોનોક્રોમ લેસર પ્રાઈવેટ લિમિટેડ એ જણાવ્યું હતું કે, “ગુજરાત ક્ષેત્રમાં રીવિલ માટે એકમાત્ર ચેનલ પાર્ટનર હોવાના કારણે;મોનોક્રોમ તમામ શ્રેષ્ઠ-વર્ગના એસ્થેટિક્સડિવાઈઝ માટે ડાયરેક્ટ ટચ પોઈન્ટ લાવે છે અને અમે ગુજરાતમાં વિશ્વ કક્ષાની ટેક્નોલોજીઓ લાવવા અને તમને સમયસર સર્વિસ અને ટ્રેનિંગ સાથે ભારતના અન્ય મેટ્રો શહેરોની જેમ ટ્રીટમેન્ટની સમાન ઍક્સેસ આપવા માટે અગ્રણી છીએ.”