ગુજરાતી મનોરંજન જગતના જાણીતા કલાકારોની હાજરીમાં થયું ઉદ્દઘાટન
મેગાસીટી અમદાવાદમાં હવે દેશ વિદેશની દરેક બ્રાન્ડ ના શૉ રૂમની શરૂવાત થઈ ગઈ છે ત્યારે હવે શહેરમાં ભારતની સર્વશ્રેષ્ઠ બ્રાન્ડ રેમન્ડનો ભવ્ય મલ્ટીબ્રાન્ડ શોરૂમની શરૂવાત આજે કરવામાં આવી હતી. દેશ અને વિદેશમાં પ્રખ્યાત એવા જાણીતા એવા ફેશનવેર અને ટ્રેડિશનલવેરની વિશાળ રેન્જ આ શોરૂમમાં જોવા મળશે.

અમદાવાદના યુવા વર્ગને પણ ખાસ આકર્ષણ થાય તે પ્રકારના નવી ડિઝાઇન ના ખાસ કપડાંની વિશિષ્ઠ રેન્જ પણ મળશે.આ મલ્ટીબ્રાન્ડ શૉ રૂમનું નિર્માણ પ્રહર્ષ એન્ટરપ્રાઇઝ મોભી પ્રકાશ શાહ, હર્ષા શાહ, તર્પણ શાહ અને રિયા શાહ દ્વારા કરવામાં આવ્યું છે.

આજના આ ખાસ ઉદ્દઘાટન કાર્યક્રમમાં ગુજરાતી મનોરંજન જગતના જાણીતા કલાકારો ભાઈ ભાઈ ફેમ અરવિંદ વેગડા, જાણીતા અભિનેતા ચેતન દૈયા, ગુજરાતી ફિલ્મના અભિનેત્રી ઇન્દુ સરકાર, ઉર્વશી હરસોરા,ખુશ્બુ જાની,વિધિ પટેલ, જાણીતા અભિનેતા કાર્તિક દવે, દાનેશ ગાંધી, કલર્સ ગુજરાતીના કલાકારો પ્રણવ ઉનડકટ, માનસી ઓઝા, દેવાંશી વ્યાસ, નિશા જાની, પંક્તિ શેઠ અને સોસીયલ મીડિયા ઈંફ્લુએન્સર ખુશી શેઠ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આજનો દિવસ કલાકારો માટે યાદગાર રહ્યો હતો અને અમદાવાદવાસીઓને દરેક કલાકારો દ્વારા આ શૉ રૂમની મુલાકાત લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.