હવે લાંબો રસ્તોના ટ્રેલરને બે દિનમાં દસ લાખો હિટ મળ્યા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ: આરકેસી મોશન પિકચર્સની ગુજરાતી ફિલ્મ લાંબો રસ્તોના ટ્રેલરને માત્ર બે જ દિવસમાં યુ ટયુબ, ફેસબુક અને સોશ્યલ મીડિયામાં દસ લાખથી વધુ હિટ્‌સ મળતાં રેકોર્ડબ્રેક પ્રતિસાદ મળતાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આ વાતને લઇ જોરદાર ચર્ચા ચાલી રહી છે. ગુજરાતી ફિલ્મ લાંબો રસ્તો તા.૭મી સપ્ટેમ્બરના રોજ ગુજરાતભરના સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહી છે ત્યારે તે પહેલાં જ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયાના બે દિવસમાં જ આટલી મોટી સિધ્ધિ પ્રાપ્ત થતાં ફિલ્મજગતમાં તેની જોરદાર નોંધ લેવાઇ રહી છે.

આરકેસી મોશન પિક્ચર્સની એકદમ નવીન વાર્તા અને મ્યુઝિક ડ્રામાથી ભરપૂર ફિલ્મ ‘લાંબો રસ્તો’ના ટ્રેલરને દર્શકો તરફથી યુ ટયબુ, ફેસબુક અને સોશ્યલ મીડિયા મારફતે ખુબ જ સારો પ્રતિસાદ સાંપડ્‌યો છે. યુટ્યુબ અને ફેસબુક ઉપર ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયાના માત્ર બે દિવસમાં જ ૧૦ લાખથી વધુ દર્શકોએ ટ્રેલરને જોતાં આ ફિલ્મના ટ્રેલરે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં યુ ટ્યુબ અને ફેસબુક ઉપર સૌથી વધુ હિટ્‌સ મેળવનાર ટ્રેલરનું ગર્વ હાંસલ કરી અનોખો રેકોર્ડ બનાવ્યો છે.

આરકેસી મોશન પિક્ચર્સના બેનર સાથે ફિલ્મના પ્રોડ્‌યુસર રજત ચૌધરી છે તથા મિહિર ભુટાએ ફિલ્મની વાર્તા અને દિગ્દર્શન કર્યું છે. આગામી તા.૭ સપ્ટેમ્બરના રોજ ગુજરાતભરના સિનેમાઘરોમાં રિલિઝ થનારી ફિલ્મ લાંબો રસ્તોના મુખ્ય કલાકારો જય સોની, શ્રેણુ પરિખ, મૌલિક પાઠક, મનોજ જોષી અને અનંગ દેસાઇ છે. ઉલ્લેખનીય છે કે અદ્‌ભુત મ્યુઝીકની સાથે-સાથે મજબૂત સ્ટારકાસ્ટ, ડાયલોગ અને સીન ધરાવતા લાંબો રસ્તો ફિલ્મને દર્શકો તરફથી ખુબજ સારો પ્રતિસાદ સાંપડવાની અપેક્ષા છે. લાંબો રસ્તો ગુજરાતી ફિલ્મના ટ્રેલરને અભૂતપૂર્વ રિસ્પોન્સને લઇ ફિલ્મના પ્રોડયુસર, ડાયરેકટર સહિત સ્ટારકાસ્ટને આ ફિલ્મ સફળતામાં પણ નવા શિખરો સર કરે તેવી આશા બંધાઇ છે.

Share This Article