સાજં ચાર કલાકે રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવને સીબીઆઇની વિશેષ કોર્ટે ચારા કૌંભાડ પ્રકરણમાં સાડા ત્રણ વર્ષની સજા અને ૫ લાખ રૂપિયા દંડની સજા સંભળાવામાં આવી. હવે આ બાબતે લાલૂ પ્રસાદ યાદવને જમાનત માટે હાઇકોર્ટમાં જવુ પડશે.
આ સમગ્ર પ્રકરણ એટલે ચારા કૌભાંડ દેવધર ટ્રેઝરી સાથે ૮૯ લાખથી વધુ રૂપિયાની બાબતે હતો. આ બાબતે સીબીઆઈએ ૨૭ ઓક્ટોબર ૧૯૯૭માં કેસ કરવામાં આવ્યો હતો. જેમાં રાંચીની સીબીઆઈ કોર્ટે રાજદ સુપ્રિમો અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવ સહિત ૧૬ લોકોની સજા સંભળાવવામાં આવી.
અન્ય ૧૬ આરોપીઓને સાડા ત્રણ વર્ષથી લઇને સાત વર્ષ સુધીની સજા સંભળાવી અને ૫ લાખથી લઇને ૧૦ લાખ રૂપિયા સુધીનો દંડ કરવામાં આવ્યો.