લાલુ યાદવના દિકરાએ ફિલ્મ લોન્ચિંગ પહેલા જ કરી ગલતી સે મિસ્ટેક

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

લાલુ પ્રસાદ યાદવને આખા ભારતમાં બધા જ લોકો ઓળખે છે. ત્યારે તેમનો મોટો દિકરો તેજપ્રતાપ યાદવ એક ફિલ્મી પ્રોજેક્ટ લઇને આવી રહ્યા છે. સોશિયલ મિડીયા પર પોતાની તસવીરોથી તેજપ્રતાપ યાદવ પહેલા જ ઘણી વાર ટ્રોલ થઇ ચૂક્યા છે. ફરી એક વાર તે ટ્રોલર્સના નિશાને ચડી શકે તેમ છે.

તેજપ્રતાપે પોતાની ફિલ્મ રુદ્ર ધ અવતારના પોસ્ટરમાં વ્યાકરણની ભૂલ કરી દીધી છે. પ્રતાપે પોતાની ફિલ્મનું એક પોસ્ટર શેર કર્યુ છે તેમાં તેમણે કમિંગ સૂન લખ્યુ છે. જેનો સ્પેલિંગ comming soon લખી દીધો છે. જ્યારે સાચો સ્પેલિંગ coming soon છે. બીજી તરફ તેજપ્રતાપના ફોલોઅર્સમાં આ ફિલ્મને લઇને ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે.

તેજપ્રતાપ યાદવે આ ફિલ્મનું પોસ્ટર પોતાના ટ્વિટર હેન્ડલથી શેર કર્યુ હતુ જે વેરિફાઇડ એકાઉન્ટ છે. લાલુ પ્રસાદ યાદવ રાજનીતિને લીધે ચર્ચામાં રહે છે જ્યારે તેમનો દિકરો તેજપ્રતાપ પોતાની સોશિયલ એક્ટિવીટીને લીધે ચર્ચામાં રહે છે. હવે તો તેણે ફરી ટ્રોલર્સને પોતાની તરફ આવવાનુ આમંત્રણ આપી દીધુ છે.

Share This Article