રાંચી: આરજેડીના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની તકલીફ ઓછી થઇ રહી નથી. હવે લાલુ યાદવના હોસ્પિટલથી ઘરે જવાને લઇને ઝારખંડ હાઇકોર્ટે લાલ આંખ કરી છે. સાથે સાથે અનેક પ્રશ્નો પણ ઉઠાવ્યા છે. કોર્ટે કહ્યુ છે કે તેમને સારવાર માટે જામીન આપવામાં આવ્યા છે. આવી સ્થિતીમાં લાલુ યાદવ કોઇ કિંમતે ઘરે જઇ શકે તેમ નથી. સાથે સાથે કોર્ટે લાલુ પ્રસાદ યાદવના મેડિકલ રિપોર્ટ અને ડિસ્ચાર્જ સમરીની વિસ્તૃત રિપોર્ટ રજૂ કરવા માટે સીબીઆઇને આદેશ આપી દીધો છે.
ઝારખંડ હાઇ કોર્ટે ખુબ આક્રમક મુડમાં દેખાય છે. આ મામલે જસ્ટિસ અપરેશ કુમાર સિંહની કોર્ટે આ મામલે સુનાવણી હાથ ધરી છે. આની સાથે જ ચારા કોંભાડ મામલામાં લાલુ યાદવના જામીન ૨૦મી ઓગષ્ટ સુધરી વધારી દીધા છે. મિડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે લાલુની અવધિ વધારી દેવા માટે અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. જસ્ટીસ અપરેશ કુમાર સિંહે આ ટિપ્પણી કરી હતી.
અત્રે નોંધનીય છે કે એપ્રિલ મહિનામાં દિલ્હીની એમ્સે લાલુને ફિટ જાહેર કરીને ડિસ્ચાર્જ કરી દીધા હતા. બીજી બાજુ લાલુ યાદવે પોતાને બિમાર તરીકે ગણાવીને આને રાજકીય બદલાની ભાવનાની કાર્યવાહી હોવાની વાત કરી હતી. લાલુ યાદવે પત્ર લખીને હોસ્પિટલમાંથી રજા ન આપવા માટે પણ કહ્યુ હતુ. જો કે લાલુની કોઇ વાત સાંભળવામાં આવી ન હતી. લાલુ યાદવને રજા આપી દેવામાં આવી હતી. સમગ્ર દેશને હચમચાવી મુકનાર ઘાસચારા કોંભાડ કેસના કારણે લાલુની પ્રતિષ્ઠાને મોટો ફટકો પડ્યો છે.