બહુચર્ચિત ચારા કૌંભાડમાં રાજદ અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવને સજાની સુનવણી વિશેષ સીબીઆઇ અદાલત દ્વારા ૪ જાન્યુઆરીએ સંભળાવવાની હતી. આ સજા ૩ જાન્યુઆરીએ સંભળવવાની હતી. હવે આ સજાની સુનવણી ૪ જાન્યુઆરીએ થશે કારણ કે કોર્ટની કાર્યવાહીની શરૂઆત થાય તે પહેલા રાંચી બાર એસોસિયેનના પદાધિકારીઓ દ્વારા અદાલતને જાણ કરવામાં આ કે તેમના સાથીદાર એડવોકેટ બિંદેશ્વરી પ્રસાદનું નિધન થયું છે, જેથી બપોર બાદ તેઓ કાર્ટની કાર્યવાહીમાં ભાગ લઇ શકશે નહિ. આ જ કારણોસર આ સુનવણી ૪ જાન્યુઆરી સુધી ટાળવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે બહુચર્ચિત ચારા કૌંભાડ સાથે સંકળાયેલા દેવધર ટ્રેઝરીના ૮૯ લાખ, ૨૭ હજારની બાબતે ૨૩ ડિસેમ્બરે લાલૂ પ્રસાદ યાદવને દોષી ઠેરવ્યા હતા.