રાંચી: સમગ્ર દેશને હચમચાવી મુકનાર ઘાસચારા કૌભાંડમાં મામલામાં દોષિત જાહેર થયેલા રાષ્ટ્રીય જનતાદળના અધ્યક્ષ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ યાદવને આજે મોટો ફટકો પડ્યો હતો. જામીન ઉપર બહાર રહેલા લાલૂ યાદવે મેડિકલ આધાર પર કોર્ટમાં જામીન વધારવા માટે અરજી કરી હતી પરંતુ કોર્ટે આને ફગાવી દીધી છે. ઝારખંડ હાઈકોર્ટે ૩૦મી ઓગસ્ટે શરણાગતિ સ્વીકારવા માટે સૂચના આપી છે. અત્રે નોંધનીય છે કે, સારવાર માટે લાલૂ હાલમાં જામીન ઉપર બહાર છે.
આ પહેલા કોર્ટે ૧૦મી ઓગસ્ટના દિવસે ૨૦મી ઓગસ્ટ સુધી લાલૂ યાદવની પ્રોવિઝનલ બેલને વધારી દીધી હતી. ઘાસચારા કૌભાંડના અનેક મામલામાં દોષિત જાહેર થયેલા લાલૂ યાદવને રાંચી જેલમાં ખસેડવામાં આવ્યા હતા. સજા વેળા લાલૂ યાદવની તબિયત ખરાબ થઇ હતી. પેરા નવી દિલ્હી સ્થિત અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થા અને ત્યારબાદ મુંબઈ સ્થિત એશિયન હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં લાલૂ યાદવની સારવાર કરવામાં આવી હતી. લાલૂના વકીલ પ્રભાત કુમારે કહ્યું છે કે, કોર્ટ તરફથી અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ હવેતેઓ મુંબઈથી પરત રાંચીના રાજેન્દ્ર ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ જશે જ્યાં તેમને સૌથી પહેલા ભરતી કરવામાં આવ્યા હતા. બીજી બાજુ ઇડીએ આઈઆરસીટીસીના હોટેલની ફાળવણીમાં નાણાના મામલામાં લાલૂ અને તેમના પરિવારના સભ્યો સામે ચાર્જશીટ દાખલ કરી દીધી છે.
આ મામલો આઈઆરસીટીસીની બે હોટલોના મેનેજમેન્ટ કોન્ટ્રાક્ટ એક ખાનગી કંપનીને આપવામાં ભ્રષ્ટાચાર સાથે સંબંધિત છે. મામલા મુજબ રેલવે મંત્રીના હોદ્દા ઉપર રહીને લાલૂ યાદવને ઇÂન્ડયન રેલવે કેટરીંગ એન્ડ ટ્યુરિઝમ કોર્પોરેશન દ્વારા સંચાલિત બે હોટલોનો કોન્ટ્રાક્ટ સુજાતા હોટેલ્સને આપ્યો હતો. એવા આક્ષેપ છે કે, આ હોટલોમાં કોન્ટ્રાક્ટ આપવાના બદલમાં એક બેનામી કંપની મારફતે પોતાનામાં ત્રણ એકર જમીન લઇ લેવામાં આવી હતી. લાલૂ યાદવ સામે અનેક સનસનાટીપૂર્ણ મામલા રહેલા છે. જે પૈકી લાલૂ યાદવને સજા પણ કરવામાં આવી ચુકી છે.
લાલૂ યાદવને ઘાસચારા કૌભાંડના ચાર કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. ડુમકા કેસમાં ૩.૧૩ કરોડ રૂપિયાની ઉચાપતના મામલામાં લાલૂ યાદવને અપરાધી ઠેરવીને બે જુદી જુદી કલમોમાં ૭-૭ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ૬૦ લાખનો દંડ પણ કરવામાં આવ્યો હતો. લાલૂની તકલીફ હવે ફરી એકવાર વધી શકે છે. કારણ કે, લાલૂ યાદવ ચાર મામલામાં દોષિત જાહેર થયેલા છે. બીજી બાજુ ઇડી તરફથી આઈઆરસીટીસીના હોટેલના મેનેજમેન્ટમાં લાલૂ અને તેમના પરિવારના સભ્યો સામે ચાર્જશીટ દાખલ કરી દીધી છે. લાલૂ યાદવ સામે જુદી જુદી સરકારી તિજારીમાંથી જંગી નાણાની ઉચાપત સાથે સંબંધિત કેસ રહેલા છે. લાલૂ યાદવને દરેક કેસમાં અપરાધી જાહેર કરીને સજા કરવામાં આવી છે. ચાર કેસમાં તેમને સજા કરવામાં આવી ચુકી છે. લાલૂ યાદવ પર હજુ પણ સંકજા છે. લાલૂની મુશ્કેલી ફરી એકવાર વધી શકે છે.