રાંચી: ઘાસચારા કૌભાંડ સાથે જાડાયેલા એક મામલામાં સજા ભોગવી રહેલા આરજેડી વડા લાલૂ પ્રસાદ યાદવે આજે રાંચીની સીબીઆઈ કોર્ટમાં શરણાગતિ સ્વિકારી લીધી હતી. આશરે ૧૦૦ દિવસ સુધી બહાર રહ્યા બાદ સવારે લાલૂ રાંચીની ખાસ સીબીઆઈ કોર્ટમાં પહોંચ્યા હતા. ત્યારબાદ તેમની આત્મસમર્પણ માટેની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી.
ત્યારબાદ સીબીઆઈ કોર્ટે લાલૂને કસ્ટડીમાં લઇને બિરસામુંડા જેલમાં શિફ્ટ કરવાનો આદેશ કર્યો હતો. આ ગાળા દરમિયાન લાલૂના વકીલોએ કોર્ટ પાસેથી તેમને રિમ્સ હોÂસ્પટલમાં દાખલ કરવા માટે અપીલ કરી હતી પરંતુ કોર્ટે જેલ વહીવટીતંત્રને લાલૂના આરોગ્યની કાળજી રાખીને જેલ મોકલી દેવાનો નિર્ણય અકબંધ રાખ્યો હતો. ત્યારબાદ લાલૂ યાદવને જેલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબી ચકાસણી કરવામાં આવ્યા બાદ બપોરે ૩ વાગે રાંચી સ્થિત રાજેન્દ્ર ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સમાં ખસેડવામાં આવ્યા હતા.
૩૦મી સુધી લાલૂને શરણાગતિ સ્વીકારવા માટે કહેવામાં આવ્યું હતું. અગાઉ લોક નિર્માણ વિભાગના ગેસ્ટ હાઉસમાં રોકાયેલા લાલુએ ઝારખંડ વિકાસ મોરચાના ચીફ બાબુલાલ મરાન્ડી સાથે વાતચીત કરી હતી. મરાન્ડી સાથે વાતચીત બાદ તેઓ સીબીઆઇ કોર્ટમાં શરણાગતિ સ્વીકાર કરવા માટે રવાના થયા હતા. સમગ્ર દેશને હચમચાવી મુકનાર ઘાસચારા કૌભાંડમાં મામલામાં દોષિત જાહેર થયેલા રાષ્ટ્રીય જનતાદળના અધ્યક્ષ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ યાદવ ગઇકાલે હાઈકોર્ટના આદેશ ઉપર શરણે થવા માટે રાંચી પહોંચી ગયા હતા. લાલૂ યાદવની મુશ્કેલીમાં હવે વધારો થઇ રહ્યો છે. લાલૂને વધુ સમય આપવાની માંગણી કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, ૨૪મી ઓગસ્ટે લાલૂને ૩૦મી ઓગસ્ટ સુધી શરણાગતિ સ્વીકારવા માટે કહેવામાં આવ્યું હતું. આ પહેલા કોર્ટે ૧૦મી ઓગસ્ટના દિવસે ૨૦મી ઓગસ્ટ સુધી લાલૂ યાદવની પ્રોવિઝનલ બેલને વધારી દીધી હતી. ઘાસચારા કૌભાંડના અનેક મામલામાં દોષિત જાહેર થયેલા લાલૂ યાદવને રાંચી જેલમાં ખસેડવામાં આવ્યા હતા.
સજા વેળા લાલૂ યાદવની તબિયત ખરાબ થઇ હતી. પેરા નવી દિલ્હી સ્થિત અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થા અને ત્યારબાદ મુંબઈ સ્થિત એશિયન હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં લાલૂ યાદવની સારવાર કરવામાં આવી હતી. લાલૂના વકીલ પ્રભાત કુમારે કહ્યું છે કે, કોર્ટ તરફથી અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ હવે તેઓ મુંબઈથી પરત રાંચીના રાજેન્દ્ર ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ જશે જ્યાં તેમને સૌથી પહેલા ભરતી કરવામાં આવ્યા હતા. બીજી બાજુ ઇડીએ આઈઆરસીટીસીના હોટેલની ફાળવણીમાં નાણાના મામલામાં લાલૂ અને તેમના પરિવારના સભ્યો સામે ચાર્જશીટ દાખલ કરી દીધી હતી. આ મામલો આઈઆરસીટીસીની બે હોટલોના મેનેજમેન્ટ કોન્ટ્રાક્ટ એક ખાનગી કંપનીને આપવામાં ભ્રષ્ટાચાર સાથે સંબંધિત છે. મામલા મુજબ રેલવે મંત્રીના હોદ્દા ઉપર રહીને લાલૂ યાદવને ઇન્ડિયન રેલવે કેટરીંગ એન્ડ ટ્યુરિઝમ કોર્પોરેશન દ્વારા સંચાલિત બે હોટલોનો કોન્ટ્રાક્ટ સુજાતા હોટેલ્સને આપ્યો હતો. એવા આક્ષેપ છે કે, આ હોટલોમાં કોન્ટ્રાક્ટ આપવાના બદલમાં એક બેનામી કંપની મારફતે પોતાનામાં ત્રણ એકર જમીન લઇ લેવામાં આવી હતી.
લાલુ યાદવને હવે ફરી જેલમાં બાકી સજા ગાળવી પડશે. લાલૂ યાદવ ઘાસચારા કૌભાંડ કેસમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મામલાની સુનાવણી દરમિયાન લાલૂ તરફથી કોર્ટમાં ઉપÂસ્થત રહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવીએ વચગાળાની જામીનને ત્રણ મહિના વધારીને કાર્યવાહી કરવા અપીલ કરી હતી. અભિષેક મનુ સિંઘવીની દલીલોને સીબીઆઈના રાજુ સિંહાએ વિરોધ કર્યો હતો. ત્યારબાદ કોર્ટે લાલૂના વચગાળાના જામીનની અરજીને લંબાવવા ઇન્કાર કર્યો હતો. લાલૂ યાદવ ઘાસચારા કૌભાંડના દેવધર તિજારી સહિત તમામ ત્રણ મામલામાં આરોગ્યના કારણોસર આપવામાં આવેલી વચગાળાની જામીનને લંબાવવાનો ઇન્કાર કર્યો હતો.