VIDEO: દારુના નશામાં મહિલાએ પોલીસ સામે જ પતિની ધોલાઈ કરી નાખી, લોકો વીડિયો બનાવતા રહ્યાં

Rudra
By Rudra 2 Min Read

ઉત્તર પ્રદેશના લલિતપુરમાં નવાઈ પમાડે એવી ઘટના સામે આવી છે. અહીં દારુના નશામાં ધૂત પત્નીએ જાહેરમાં પોતાના પતિના વાળ પકડી, થપ્પડ અને ઢીકા પાટુનો માર માર્યો. આ ચોંકવનારી ઘટના ઈલાઈટ ચોક પાસે મોડી રાતની છે. આ દરમિયાન ઘટના સ્થળે હાજર લોકોએ મોબાઈલ દ્વારા ઘટનાનો વીડિયો બનાવી લીધો. હવે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

માહિતી અનુસાર પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ થઈ ગયો હતો. ત્યાર બાદ દારુના નશામાં ધૂત મહિલાને ગુસ્સો આવ્યો અને પતિના વાળ પકડી લીધા, એટલું જ નહીં તેણે પોતાના પતિને ગાળો ભાંડતા, ઢીકા પાટુ અને લાફા મારી મારીને અધમૂવો કરી મૂક્યો. પતિ બિચારો રોડ વચ્ચે લાચાર જોવા મળ્યો. પરંતુ પત્નીનો ગુસ્સો શાંત થવાનું નામ જ નહોતો લઈ રહ્યો.


ઘટના સ્થળે બબાલ થતી જોઈને લોક ટોળે વળ્યા અને પોલીસ પણ ઘટના સ્તળે પહોંચી, પરંતુ ત્યાં કોઈ મહિલાકર્મી હાજર નહોતી, જેથી પુરુષ પોલીસકર્મી નશામાં ધૂત મહિલાને પકડી શકી નહીં. આ દરમિયાન ગુસ્સામાં પત્નીએ પતિનો મોબાઈલ પણ તોડી નાખ્યો. આસપાસ લોકો જોતા રહ્યાં પણ, કોઈએ આ મહિલાને રોકવાનો પ્રયત્ન કર્યો નહીં.

પ્રત્યક્ષદર્શી અનુસાર, આ હાઈવોલ્ટેજ ડ્રામા ઘણા સમય સુધી ચાલ્યો અને જોતજોતામાં આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, મહિલા પોતાના પતિના વાળ પકડીને જોર જોરથી લાફા અને ઢીકા મારી રહી છે. જ્યારે આસપાસ ઊભા રહેલા લોકો આ તમાશો જોઈ રહ્યાં છે. હાલ આ મામલે પોલીસ વિગતો મેળવીને તપાસ કરી રહી છે.

Share This Article