લક્ષ્યપાલને ૯૯.૯૬ પર્સન્ટાઇલ મળ્યા છે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

 અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૧૯માં લેવામાં આવેલી ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાનુ પરિણામ ૭૩.૨૭ ટકા જાહેર કરવામાં આવી ચુક્યુ છે. આ વખતે અમદાવાદની અનેક સ્કુલોના વિદ્યાર્થીઓએ પણ દર વખતનીજેમ  ઉલ્લેખનીય પરિણામ હાંસલ કરવામા સફળતા મેળવી છે. અમદાવાદના શાહીબાદ સ્વામી નારાયણ મંદિર પાસે આવેલી રાજસ્થાન સ્કુલના વિદ્યાર્થીઓએ પણ નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે.

આ સ્કુલના ચાર વિદ્યાર્થીઓ આ વખતે એ વન ગ્રેડ મેળવી લેવામાં સફળ રહ્યા છે. જ્યારે ૮૦થી પણ વધારે વિદ્યાર્થીઓ એ-ટુ ગ્રેડ મેળવી લેવામાં સફળ રહ્યા છે. તમામ શિક્ષકોના જારદાર પ્રયાસ, તેમની નિર્ણાયક ભૂમિકા,  શાનદાર ટીમ વર્ક સાથે સંકલન અને વિદ્યાર્થીઓની કઠોર મહેનતના કારણે આ સફળતા હાંસલ થઇ છે.

સ્કુલમાં અભ્યાસ કરનાર ઝાળા લક્ષ્યપાલસિંહ કરણસિંહે ૯૯.૯૬ ટકા પર્સન્ટાઇલ  સાથે એ -વન ગ્રેડ હાંસલ કરીને સ્કુલનુ ગૌરવ વધાર્યુ છે. લક્ષ્યપાલે ઇકોનોમિક્સમાં ૯૧, સ્ટેટ્‌સમાં ૯૯  અને બિઝનેસ ઓફ કોમર્સ (બીઓ)માં ૯૫ માર્ક મેળવી રેકોર્ડ સફળતા હાંસલ કરી છે.

Share This Article