પ્રાપ્ત અખબારી અહેવાલો અનુસાર ગઈકાલ મંગળવારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે એક માર્ગ અકસ્માત થવા પામ્યો હતો જેમાં એક જ પરિવારના ચાર સભ્યો તેમજ વાહનના ડ્રાઇવર સહિત પાંચ લોકોના કરુણ મૃત્યુ થયા હતા. એ સિવાય દાહોદના ગરબાડા નજીક એક માર્ગ દુર્ઘટનામાં એક જ પરિવારના ૬ લોકોનાં જીવનદીપ બૂઝાઈ ગયા છે. એ ઉપરાંત બે દિવસ પહેલા બેંગલોર ખાતે ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી હતી અને તેમાં ૧૧ લોકોનાં દુઃખદ અવસાન થયાં હતાં. અકસ્માતની આ વિવિધ ઘટનાઓમાં કુલ ૨૨ લોકોએ જીવ ગુમાવ્યા છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૩,૩૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. રામકથાના શ્રોતાઓના સહયોગ વડે આ રાશિ પહોંચાડવામાં આવશે.
મોહમ્મદ રફીની 100મી જન્મજયંતિ અંતર્ગત મ્યુઝિકલ પ્રોગ્રામ “સાઝ ઔર આવાઝ”નું આયોજન કરાયું
મોહમ્મદ રફીના અવાજ વગર હિન્દી સિને સંગીતની કલ્પના પણ કરી શકાય નહીં. તેમના શાસ્ત્રીય સંગીત પર આધારિત ગીતોની પણ અદભુત...
Read more