મહિલા પાયલોટો ઉપર યાત્રી વિશ્વાસ રાખતા નથી : રિપોર્ટ

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

નવી દિલ્હી : તાજેતરમાં જ કરવામાં આવેલા નવા સર્વેમાં એવી રોચક બાબત સપાટી ઉપર આવી છે કે વિમાની યાત્રીઓ ફિમેઇલ પાઈલોટો ઉપર ઓછો વિશ્વાસ કરે છે.

બ્રિટનમાં તાજેતરમાં જ આ અંગે સર્વે કરવામાં આવ્યા બાદ રસપ્રદ તારણો જારી કરવામાં આવ્યા છે. ૨૪૦૦થી વધુ લોકોને આવરી લઈને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ લોકોને ફિમેઇલ પાઈલોટોને લઈને પ્રશ્ન કરવામાં આવ્યા બાદ ૫૧ ટકા લોકોએ કહ્યું હતું કે તેઓ ફિમેઇલ પાઈલોટો ઉપર ઓછો વિશ્વાસ કરે છે. જ્યારે ૧૪ ટકા લોકોએ મહિલા પાઈલોટો ઉપર પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ૨૫ ટકા લોકોનું કહેવું છે કે પાઈલોટ મહિલા છે કે પુરુષ તેને લઈને તેમને કોઈ અસર થતી નથી. નવ ટકા લોકોએ કહ્યું હતું કે આ સંબંધમાં કોઈ મક્કમ વલણ ધરાવતા નથી.

૩૨ ટકા લોકોએ કહ્યું હતું કે તેઓ મહિલાઓની સરખામણીમાં પુરુષ પાઈલોટને વધારે મહત્વ આપવામાં આવે તેમ તે ઇચ્છે છે. આવો મત ધરાવનાર લોકોનું કહેવું હતું કે પુરુષ પાઈલોટ વધારે કુશળતા ધરાવે છે. આવા લોકો પૈકી ૨૮ ટકા લોકોએ તો મહિલા પાઈલોટનું પ્રેશરમાં કામ કરવામાં કુશળતા સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. જે લોકોએ પોતાની પ્રાથમિકતામાં મહિલાઓને મહત્વ આપ્યું છે તેમાંથી ૪૪ ટકાનું કહેવું છે કે પુરુષો કટોકટીના સમયમાં વધુ સારી રીતે કામ કરી શકતા નથી. જ્યારે એક ચતુર્થાંશ લોકોએ કહ્યું હતું કે પુરુષોનું ધ્યાન સરળતાથી અન્યત્ર વાળી શકાય છે. સર્વેમાં સામેલ તમામ લોકોએ છેલ્લા એક વર્ષમાં અનેક વખત વિમાની યાત્રા કરી હતી. સર્વે કરનાર બ્રિટિશ બેસ્ટ ટ્રાવેલ્સ સાઈટના એમડીનું કહેવું છે કે બ્રિટિશ લોકો રૂઢીવાદી વિચારધારા ધરાવે છે. આનાથી મુક્તિ જરૂરી છે.

Share This Article