વર્ષો પહેલા અલ કાયદાએ અમેરિકા પર અનેક હુમલા કરીને તેની ઉંઘ ઉડાવી દીધી હતી. અલકાયદાના લીડર ઓસામા બિન લાદેને અમેરિકા અને અન્ય યુરોપિયન દેશોમાં અનેક હુમલાને અંજામ આપ્યા હતા. તમામ દેશો દ્વારા લાદેનને પકડી પાડવા અને અલકાયદાના ત્રાસવાદીઓને ખતમ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. પરંતુ સફળતા મળી ન હતી. આખરે અમેરિકાને લાદેનને ખતમ કરવામાં સફળતા મળી હતી. લાદેન પાકિસ્તાનના એબટાબાદમાં છુપાયેલો છે તેવી પાકી બાતમી મળ્યા બાદ અમેરિકાના સીલ કમાન્ડોએ જારદાર ઓપરેશન હાથ ધર્યુ હતુ. પાકિસ્તાનને પણ ખબર ન પડે તે રીતે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યુ હતુ અને લાદેનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. લાદેનના મોત બાદ એમ માનવામાં આવી રહ્યુ હતુ કે અલકાયદાની કમર તુટી ગઇ છે. કારણ કે હાલના વર્ષોમાં અલ કાયદા કોઇ જગ્યાએ નથી તેમ માનવામાં આવી રહ્યુ હતુ.
તેના ત્રાસવાદીઓ દ્વારા હાલના વર્ષોમાં કોઇ મોટા હુમલા પણ કર્યા નથી. જા કે હવે ફરી એકવાર ખતરનાક લાદેનના પુત્ર હમજા બિન લાદેને ચર્ચા જગાવી છે. હમજાએ લાદેનનો બદલો લેવા માટે અમેરિકામાં હુમલા કરવાની વાત કર્યા બાદથી અમેરિકાએ તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાની શરૂઆત કરી દીધી છે. તેના પર અંકુશ મુકવા અને તેના સુધી પહોંચવા માટે અમેરિકાએ હાલમાં ૧૦ લાખ ડોલરની જાહેરાત કરી હતી. એટલે કે સાત કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવ્યા બાદ જાણી શકાય છે કે આ ત્રાસવાદી કેટલો ખતરનાક બની રહ્યો છે. જે ભવિષ્યમાં માનવતા સામે મુશ્કેલી સર્જી શકે છે. હવે સવાલ એ થાય છે કે આ યુવક કોણ છે. તો જણાવી દઇકે તેનુ નામ હમજા બિન લાદેન છઠે. સોશિયલ મિડિયા પર તો બિન લાદેન જ ટ્રેડ કરે છે.
પરંતુ વાતો હમજાની થઇ રહી છે. હમજા બિન લાદેન છેલ્લા બે ત્રણ વર્ષમાં અલકાયદાના સૌથી મોટા લીડર તરીકે ઉભરીને આવ્યો છે. તેના દ્વારા કેટલાક વિડિયો જારી કરવામાં આવ્યા છે. જેમાં આ શખ્સ દ્વારા પોતાના પિતા ઓસામા બિન લાદેન અને પોતાના ભાઇ ખાલિદ બિન લાદેનના મોતના બદલા લેવાની વાત કરવામાં આવી છે. આ વિડિયો સીઆઇએના હાથમાં આવ્યા બાદ વધુ તપાસ કરવામાં આવી રહી છે. ૩૦ વર્ષીય હમજા બિન લાદેનનો પુત્ર છે. ૩૦ વર્ષીય હમજાનો જન્મ ૧૯૮૯માં સાઉદી અરેબિયામાં જેદાહ ખાતે થયો હતો. તમામ લોકો આ બાબતને જાણીને પણ હેરાન થશે કે આ શખ્સે એ ત્રાસવાદીની પુત્રી સાથે લગ્ન કર્યા છે જે અમેરિકામાં વર્ડ ટ્રેડ સેન્ટર પર જે આત્મઘાતી હુમલો વિમાન મારફતે કરવામાં આવ્યો હતો તે વિમાનમાં હતો. આ વિમાનથી જ અટ્ટાએ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કરી દીધો હતો. એમ પણ કહેવામાં આવે છે કે લાદેનને તે સૌથી વધારે પસંદ હતો. તેને ભવિષ્ય માટે તૈયાર કરવામાં આવી રહ્યો હોવાના હેવાલ મળ્યા બાદ સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવામાં આવી રહી છે. અમેરિકાએ કહ્યુ છે કે હમજા પોતાના પિતાના મોતનો બદલો લેવા અમેરિકામાં હુમલા કરવાની યોજના ધરાવે છે.
હુમલાના ખતરનાને ધ્યાનમાં લઇને આ મોટા ઇનામની જાહેરાત કરવામાં આવી છે. અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવકતાએ કહ્યુ છે કે પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. હમજા હાલમાં અમેરિકા અને તેમના સાથી દેશો પર હુમલા કરવાની યોજના ધરાવે છે. અમેરિકાએ ત્રાસવાદની સામે ઓપરેશન જારી રાખ્યુ છે. અમેરિકા દરેક પ્રકારના હથિયારોના ઉપયોગની મંજુરી આપે છે. અમેરિકા પોતાના કામની જવાબદારીને લઇને સંપૂર્ણ પણે કટિબદ્ધ છે. અલકાયદાની પાસે અમેરિકા પર હુમલા કરવાની ક્ષમતા હજુ પણ રહેલી છે. સાથે સાથે તે ઇરાદા પણ ધરાવે છે. તમામ લોકો માને છે કે અમેરિકા નેવીના સીલ કમાન્ડોએ પાકિસ્તાનના એબટાબાદમાં એક હવાઇ ઓપરેશન હાથ ધરીને લાદેનને મોતને ઘાટ ઉતારી દીધો હતો.હમજા બિન લાદેનને લઇને લઇને માહિતી એકત્રિત કરવાના અમેરિકા અને અન્ય યુરોપિયન દેશો દ્વારા હાલમાં તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જા કે હમજા ક્યાં ગુપ્ત રીતે ટ્રેનિંગ મેળવી રહ્યો છે અને તેના લોકો કોણ છે તે અંગે માહિતી મળી રહી નથી….