રાજકોટમાં કન્ટ્રક્શન સાઈટ પર કામ કરતાં વધુ એક શ્રમિકનું મોત નિપજ્યું. ન્યૂ 150 ફૂટ રીંગ રોડ પર બની રહેલ બિલ્ડિંગની કામગીરી કરતા 9મા માળેથી શ્રમિક નીચે પટકાયો. ઉંચાઈએથી નીચે પટકાતા જ શ્રમિકનું મોત નિપજયું. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ પંહોચી ગઈ અને વધુ વિગતો એકત્ર કરી રહી છે.
મળતી માહિતી મુજબ રાજ્યમાં અમદાવાદ ઉપરાંત સુરત અને વડોદરા બાદ હવે અન્ય શહેરોમાં પણ હાઈરાઈઝ બિલ્ડીંગ બની રહ્યા છે. રાજકોટમાં 14 માળની બનતી હાઈરાઈઝ બિલ્ડીંગમાં ગઈકાલે દુર્ઘટના બનવા પામી. ડાયમંડ હિલ્સ નામની નામના બિલ્ડીંગમાં 14 માળનું કામ ચાલી રહ્યું છે. દરમ્યાન અહી કામ કરતાં મોટાભાગના શ્રમિકો સાઈટ પર જ રહેતા હોય છે. ત્યારે ગત રાત્રે સુવા ગયેલ શ્રમિક એકાએક નીચે પટકાયો. અને વધુ ઊંચાઈએથી પડતા નવ યુવાન શ્રમિકનું મોત નિપજયું. પોલીસને આ ઘટનાની માહિતી મળતાં જ ડાયમંડ હિલ્સ ખાતે પંહોચી.
ઘટનાની તપાસ કરતાં સામે આવ્યું કે બિલ્ડિંગ સાઈટ ઉપર અંદાજિત 60 જેટલા શ્રમિકો કામ કરે છે અને તેમાંના મોટાભાગના આ બિલ્ડીંગ સાઈટ પર જ રહે છે. અને આથી જ ગઈકાલે એક શ્રમિક જયારે રાતવાસો કરવા બિલ્ડીંગની ઉપર જતો હતો ત્યારે અચાનક નીચે પટકાયો. મૃત્યુ પામનાર શ્રમિકનું નામ રાજુ નાનસિંહ વસુનિયા હોવાનું સામે આવ્યું. રાજુ મુળ મધ્યપ્રદેશનો વતની છે. પોલીસ આ ઘટનામાં વિસ્તારમાં રહેલ સીસીટીવીના આધારે વધુ તપાસ કરશે કે શ્રમિક કેવી રીતે નીચે પટકાયો.