લાભ પાંચમ :  શહેરમાં તમામ બજાર આજથી ફરી ધમધમતા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ :  દિવાળી પર્વની પૂર્ણાહૂતિ થયા બાદ હવે  બજારમાં ફરીવાર રોનક જાવા મળશે. હાલમાં દિવાળી પર્વની રજા હતી જેથી બજારો સુમસામ દેખાઈ રહ્યા હતા. લાભ પાંચમના દિવસે શુભ મૂર્હૂતમાં તમામ બજારો ફરીવાર ખુલી જશે. બજારોમાં હાલમાં જારદાર સન્નાટો ફેલાયેલો હતો. અમદાવાદના કાંકરિયા, વૈષ્ણોદેવી, અક્ષરધામ જેવા ફરવા લાયક સ્થળો ઉપર જારદાર ભીડ હતી. આ વખતે સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશને સમર્પિત કરવામાં આવ્યા બાદ સૌથી વધારે ભીડ ત્યાં જામી હતી. એક અંદાજિત આંકડા મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટીને ટૂંકા ગાળાની અંદર જ ૭૫૦૦૦થી વધુ લોકો જાઈ ચુક્યા છે. દિવાળીની રજાઓ ઉપર મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. સોમવારના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી સામાન્ય લોકો માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સામાન્ય લોકો માટે અન્ય દિવસોમાં સવારે ૯ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી ખુલશે. બજારમાં ફરી એકવાર હવે આવતીકાલથી તેજીનો માહોલ જામી જશે.

લાભ પાંચમના શુભ પ્રસંગે કારોબારીઓ તેમના કારોબારની શરૂઆત કરશે. આવતીકાલે લાભ પાંચમથી બજાર ખુલી ગયા બાદ બજારો ફરી ભરચક દેખાશે. દિવાળી પર્વની રજાઓની અસર શનિવાર અને રવિવાર બંને દિવસે દેખાઈ હતી. સામાન્ય દિવસોમાં માર્ગો ભરચક રહે છે ત્યારે  રવિવારના દિવસે પણ સવારથી જ માર્ગો સુમસામ દેખાયા હતા. મોડી રાત સુધી વાહનોની અવરજવર ઓછી દેખાઈ હતી.

અલબત્ત બાગ-બગીચા અને રેસ્ટોરન્ટમાં ભીડ જામી હતી. અમદાવાદ શહેરના મોટા બજારો, કાળુપુર, માધુપુર, રાયપુર સહિતના તમામ જુદા જુદા ચીજવસ્તુઓના બજારો આવતીકાલે સવારે શુભ મુર્હૂતમાં ખુલશે. માત્ર શાકભાજીની લારી વાળા જ વેચાણમાં હતા. નાના મોટા કારોબારીઓ તેમના લીધે જ ચાલી રહ્યા હતા. કાપડ બજાર સહિત મોટાભાગના બજારો બંધ હોવાથી ધનતેરસ બાદના પર્વથી જ રજાના મૂડમાં હતા.  સ્થિતિ સામાન્ય બનશે. જા કે, હાલ કેટલાક લોકો રજા ઉપર હોવાથી હાલ હાજરી ઓછી દેખાશે.

Share This Article