અસલ જીવનમાં દરેક કલાકારને કોઈક ને કોઈક ડર અથવા ભય હોય છે, જેમાંથી તેઓ ટેલિવિઝન શો કરતી વખતે બહાર આવવાનો પ્રયાસ કરે છે. તમારા આવા ડરમાંથી બહાર આવવા માટે ભરપૂર હિંમત જોઈએ અને કલાકારો સતત કેમેરા પર રહેતા હોવાથી ડરને ભગાવવા માટે સીન કરવા વધુ સખત બનવાનું જરૂરી બની જાય છે.
આવી જ એક અભિનેત્રી સિમરન કૌર પણ છે. તેણે &TV પર શો અગ્નિફેરામાં પોતાની અભિનય શક્તિ પુરવાર કરી છે ત્યારે હવે તે &TV પર જ સુપરનેચરલ શો લાલ ઈશ્કમાં આવી રહી છે. આ અભિનેત્રીએ શોમાં એક સીનના શૂટ દરમિયાન પોતાના ડરમાંથી કઈ રીતે બહાર આવી તે વિશે કહ્યું. એક એપિસોડના શૂટની ઘટના વિશે અભિનેત્રી કહે છે, શૂટમાં મારે બાથટબમાં પોતાને ડુબાડવાનું હતું. મને પાણીનો ડર છે અને તેથી આ દશ્ય કરવાનું મને બહુ મુશ્કેલ લાગતું હતું. વાસ્તવમાં પ્રથમ ટેક કરતી વખતે મને લાગ્યું કે હું રીતસર બથટબમાં ડૂબી જવાની છું. મારે ટીમને સીન પર બીજો ટેક લેવા પૂર્વે થોડો સમય આપવા માટે વિનંતી કરી હતી. ડાયરેક્ટરે મારી આંખોમાં ડર જોયો ત્યારે તેમણે ક્રુને મારા હાથોને દોરડાથી બાંધવા કહ્યું, જેથી મારો ડૂબી જવાનો ડર દૂર થાય.
નિયમિત પંજાબી અવતારને તિલાંજલિ આપતાં આ અભિનેત્રી આ વખતે દક્ષિણ ભારતીય પાત્રમાં જોવા મળવાની છે. અવ્તાર બદલવો તે પણ મુશ્કેલ કામ છે. અભિનેત્રીને તેના લયમાં અસલ દક્ષિણ ભારતીય લહેકો લાવવામાં સંઘર્ષ કરવો પડ્યો હતો. આ વિશે અનુભવ કહેતાં સિમરન કહે છે, મારું પાત્ર માનસિક અસ્થિર છે, કારણ કે મારે જીવનની અંધકારમય બાજુ બતાવવાની છે. ઉપરાંચત પાત્રની અસલ સ્ટઈલ બતાવવાની ખાતરી રાખવાનો પણ પડકાર હતો. મારે દક્ષિણ ભારતીય છોકરી તરીકે લહેજો લાવવા માટે ખૂબ પ્રયાસ કરવા પડ્યા. એક રાત પૂર્વે મેં તમિળ અને તેલુગુ ફિલ્મો જોઈને બોલીભાષા સમજી અને અંગીકાર કરવાનો પ્રયાસ કર્યો. મેં દક્ષિણ ભારતીય સ્ત્રીઓવાળી ફિલ્મો પણ જોઈ.