‘વીરપુરની લાડો’ અમદાવાદની મહેમાન બની

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

કલર્સના આઇકોનિક ફિકશન ડ્રામાના આના ઇસ દેસ લાડોનું બીજું પ્રકરણ, લાડો – વીરપુર કી મર્દાનીએ અનુષ્કા (અવિકા ગોર) અને મહિલાઓ પર કરવામાં આવતા અપરાધોને અટકાવવા સામેની તેણીની લડાઇના પ્રસારની કહાણી છે. શો દર્શકોને એક જકડી રાખનાર ડ્રામા સાથે મજબૂત વર્ણન પુરું પાડે છે જે સામાજિક રીતે લાગતું વળગતું પણ છે. અભિનેતા સિદ્ઘાર્થ અરોડા, જે જૂહીના બાળપણના મિત્ર, શૌર્યની ભૂમિકા ભજવી રહેલ છે તાજેતરમાં જ કાસ્ટ ગૂંથણી સાથે જોડાયા છે અને આ જોડીએ પોતાના પ્રશંસકોને મળવા અને તેઓનું અભિવાદન કરવા અને પોતાની શરૂઆતથી જ શો એ જે ઉષ્મા અને ટેકો તેમના તરફથી મેળવેલ છે તે બાબતનો આભાર વ્યક્ત કરવા ઝળહળતા શહેર અમદાવાદની મુલાકાત લીધી.

પોતાની ભૂમિકા પર ટિપ્પણી કરતાં, અવિકા ગોરે કહ્યું, “અનુષ્કાના પાત્રનો ગ્રાફ વિલક્ષણ છે, આ એક એવી જટિલ ભૂમિકા છે જેને માટે જે કાંઇ ખોટું છે તેની સાથે લડવા માટેની શક્તિ, નબળાઇ અને પ્રમાણિકતાની જરૂર છે. આ ભાગને ભજવવા માટે દર્શકો તરફથી મને જે પ્રેમ મળ્યો છે તે ગળગળો કરી દેનાર છે અને મારા પરફોર્મન્સિસ મારફત હું તેના પર ચાબખો મારતા રહેવાની આશા સેવું છું.”

અમદાવાદની પોતાની મુલાકાતનું વર્ણન કરતાં, તેણીએ કહ્યું, “હું સાચે જ કેટલાંક પરંપરાગત ગુજરાતી નાસ્તાઓ ખાવા આતુર છું જે હું મારી સાથેની કાસ્ટ માટે લઇ જવાની યોજના બનાવી રહેલ છું. સાબરમતી રિવર ફ્રન્ટ સુંદર છે અને હું ફરી પાછી નિરાંતે આવીશ ત્યારે આ શહેરને ખૂંદવા આતુર છું.”

સ્ટોરીલાઇન અને પોતાના પાત્ર પર ટિપ્પણી કરતાં સિદ્ઘાર્થે કહ્યું, “પ્રેમમાં પડેલો એક નિતાંત યુવાન પુરુષ, મારું પાત્ર શૌર્ય વધારે તો એક યોદ્ઘા છે. આ કાસ્ટ સાથે કામ કરવાનું ભરપૂર અનુભવ આપનાર છે અને અમે તમને અવાક કરી દેનાર કેટલાંક અનપેક્ષિત વળાંકો અને ઘુમાવોની ખાતરી આપીએ છીએ. આ પહેલી વખત છે જયારે હું અમદાવાદની મુલાકાત લઇ રહેલ છું અને અહીં હોવા બાબતે હું ખૂબ જ ઉત્તેજીત છું; હું હંમેશાથી આ શહેરની મુલાકાત લેવા ઇચ્છતો હતો અને બપોરના ભરપૂર ભોજન માટે હું વિખ્યાત ગુજરાતી થાળી ખાવાની રાહ જોઇ રહેલ છું.”

અનુષ્કા જૂહી તરીકે શેઠી પરિવારની સાથે રહે છે જ્યારે સાચી જૂહી – બિકણ અને આત્મ વિશ્વાસની ઉણપ સાથે વીરપુરની ભયાવહ ભૂમિ પર રહે છે. શું શૌર્ય અનુષ્કાનું સત્ય જાણી જશે કે તે તેણીની પ્રેમિકા જૂહી નથી? અનુષ્કા આ પરિસ્થિતિ સાથે કેવી રીતે પાર પાડશે?

Share This Article