ખાદી ગ્રામોદ્યોગ આયોગ અને એર ઇંડિયા વચ્ચે ૮ કરોડનો કરાર

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ખાદી તથા ગ્રામોદ્યોગ આયોગ (કેવીઆઈસી)ને સતત ત્રીજી વાર એર ઇંડિયા પાસેથી પોતાના આંતરરાષ્ટ્રીય યાત્રીયોને સુવિધા કિટ પુરી પાડવા માટે ૮ કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે. આ સુવિધા કિટમાં હર્બલ બ્યુટી કેર ઉત્પાદનો પણ સમાવિષ્ટ છે. આ ઉત્પાદનોમાં હેડ સેનિટાઇઝર, મોશ્ચ્યુરાઇઝર લોશન, હેન્ડમેડ સાબુ, લિપ બામ, રોઝ ફેશ વોશ અને જરૂરી તેલનો સમાવેશ થાય છે.

આ જણાકારી આપતા કેવીઆઈસીના અધયક્ષ વિનય કુમાર સક્સેનાએ જણાવ્યું કે સ્વદેશી ફેબ્રિકના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે કેવીઆઈસી પાસેથી તેની પ્રાપ્તિ વધારવા માટે રાષ્ટ્રીય ઉડ્ડયન કંપની એર ઇંડ્યાએ પોતાની આંતરરાષ્ટ્રીય ઉડાનમાં પ્રાકૃતિક તથા પર્યાવરણ અનુકૂળ ખાદી ઉત્પાદનોના ઉપયોગ માટે પોતાનો ઓર્ડર બીજી વાર આપવાનો નિર્ણય લીધો છે. એર ઇંડિયાએ ૧.૮૫ લાખ સુવિધા કિટનો કેવીઆઈસીને ઓર્ડર આપ્યો છે. અમે આ ઓર્ડર ત્રીજી વાર મેળવ્યો છે. આ ઓર્ડર ગ્રામીણ કારીગરોને નાના ઉદ્યોગો દ્વારા સતત રીતે રોજગાર આપવામાં ખૂબ જ મદદગાર સાબિત થશે.

આ પહેલા કેવીઆઈસીએ એર ઇંડિયા તરફથી જૂન ૨૦૧૬માં ૮ કરોડ અને ડિસેમ્બર ૨૦૧૫માં ૧.૨૧ કરોડનો ઓર્ડર મેળવ્યો હતો. કેવીઆઈસીએ સમયસીમાની અંદર રહેવાની સાથે ગુણવત્તામાં સમાધાન કર્યા વગર પુરા કર્યા છે અને આ જ કારણે અમે વારંવાર ઓર્ડર મેળવી રહ્યાં છીએ. – તેમ વિનય કુમારે જણાવ્યું હતું.

Share This Article