પ્રયાગરાજ : ઉત્તરપ્રદેશના પ્રયાગરાજના સંગમ પર ત્રિવેણી ઘાટ ખાતે મહાકુંભ હાલમાં જારી છે. માઘ પુર્ણિમાના શુભ અવસર પર કુંભ મેળામાં આજે પવિત્ર સ્નાનના ભાગરૂપે લાખો શ્રદ્ધાળુઓએ પવિત્ર ડુબકી લગાવી હતી. પ્રયાગરાજમાં વહેલી પરોઢથી જ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ત્રિવેણી સંગમમાં કાંઠા પર તીવ્ર ઠંડી હોવા છતાં શ્રદ્ધાળુઓનો ધસારો જાવા મળ્યો હતો.છેલ્લા ઘણા મહિનાથી પ્રયાગરાજમાં તૈયારી ચાલી રહી હતી. કુંભને નિહાળવા અને તેના મહત્વને સમજવા માટે અનેક વખત પહોંચવાથી અને તેને સમજવાથી આધ્યાત્મિક મહત્વ સમજાય છે. કુંભ મેળામાં અનેક શાહી સ્નાનના દિવસો નક્કી કરવામાં આવે છે. કુંભના ઇતિહાસની વાત કરવામાં આવે તો આ વિષયમાં ચોક્કસપણે કોઇ વિશેષ પ્રાચીન શાસ્ત્રીય સંદર્ભનો ઉલ્લેખ મળતો નથી પરંતુ પૌરાણિક માન્યતાઓ તેની સાથે જાડાયેલી છે જેમાં ગ્રહોની વિશેષ સ્થિતિ થવા પર કુંભના સંકેત મળે છે. સ્કંદપુરાનમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે અમૃતપૂર્ણ કુંભને લઇને દેવતાઓ અને દૈત્યો વચ્ચે સંઘર્ષ થયું હતું ત્યારે ચંદ્રએ આ અમૃત કુંભમાંથી અમૃતને છલકી જવાથી બચાવી લવાના પ્રયાસ કર્યા હતા અને રક્ષણ કર્યું હતું. સૂર્ય દેવતાએ તે વખતે અમૃત કુંભ તુટી ન જાય તે માટે પ્રયાસો કર્યા હતા.
દેવગુરુ બ્રહસ્પતિએ રાક્ષસોથી રક્ષણ કરીને આ કુંભ તેમના હાથમાંથી જવાથી રોકવામાં સફળતા મેળવી હતી. આજ કારણસર દેવતાઓ અને રાક્ષસો વચ્ચેની લડાઈમાં જે જે જગ્યાએ અને જે જે દિવસે અમૃતના ટીપા પડી ગયા હતા ત્યાં ત્યાં એજ સ્થળો પર કુંભનું આયોજન કરવામાં આવે છે. હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિકમાં આનું આયોજન કરવામાં આવે છે. રાજા હર્ષવર્ધને કુંભનું આયોજન પ્રથમ વખત કરાયું હોવાનું કેહવામાં આવે છે. લોકપ્રિય ચીની યાત્રી હેંગસાંગે પોતાની ભારત યાત્રામાં કુંભમેળાનો ઉલ્લેખ કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, રાજા હર્ષવર્ધન ખુબ જ દાનવીર હતા. દર પાંચ વર્ષે હર્ષવર્ધન નદીઓના સંગમ સ્થળ પર મેળાનું આયોજન કરતા હતા જેમાં ગરીબો અને ધાર્મિક લોકોને દાન આપવામાં આવતું હતું. હરિદ્વારમાં ગંગાના કિનારે કુંભનું આયોજન કરવામાં આવે છે.
બૃહસ્પતિના મેષ રાશિમાં પ્રવેશ કરવા અને સૂર્ય તથા ચંદ્રની મકર રાશિમાં હોવા પર અમાસના દિવસે પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ઉપર કુંભનું આયોજન કરવામાં આવે છે. આવી જ રીતે બૃહસ્પતિ અને સૂર્યના સિંહ રાશિમાં આવવાની Âસ્થતિમાં નાસિકમાં ગોદાવરી નદીના કિનારે કુંભનું આયોજન કરવામાં આવે છે.