પ્રયાગરાજ : માઘ પુર્ણિમાના શુભ અવસર પર કુંભ મેળામાં આજે પવિત્ર સ્નાનના ભાગરૂપે લાખો શ્રદ્ધાળુઓએ પવિત્ર ડુબકી લગાવી હતી. પ્રયાગરાજમાં વહેલી પરોઢથી જ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ત્રિવેણી સંગમમાં કાંઠા પર તીવ્ર ઠંડી હોવા છતાં શ્રદ્ધાળુઓનો ધસારો જાવા મળ્યો હતો. શ્રદ્ધાળુઓના ધસારાનો અંદાજ આના પરથી લગાવી શકાય છે કે સવારમાં નવ વાગ્યા સુધી જ આશરે ૪૮ લાખ શ્રદ્ધાળુઓ દ્વારા પવિત્ર સ્નાન કરવામાં આવ્યુ હતુ.આસ્થાની ડુબકીની સાથે સાથે નીચે મુજબ છે.
- મહાકુંભ ૨૦૧૯ની શરૂઆત થયા બાદ હવે ચોથી માર્ચ સુધી ચાલશે
- પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમ ઉપર સવારે માઘ પુર્ણિમાના દિવસે શ્રદ્ધાળુઓનો ધસારો રહ્યો
- સવારે જોરદાર ઠંડીના માહોલમાં શરૂઆત થયા બાદ સવારે નવ વાગ્યા સુધી જ પવિત્ર ડુબકી લગાવનાર શ્રદ્ધાળુઓની સંખ્યા ૪૮ લાખ સુધી પહોંચી ગઇ
- અવિરત ધસારો રહ્યા બાદ શ્રદ્ધાળુઓનો આંકડો એક કરોડથી ઉપર પહોંચી ગયો
- ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા આજે માઘ પુર્ણિમાના દિવસે જાહેર રજા જાહેર કરી
- પુલવામા ખાતે સીઆરપીએફ કાફલા પર ભીષણ હુમલો કરવામાં આવ્યા બાદ કુંભમાં સુરક્ષા વ્યવસ્થાને વધારે મજબુત કરવામાં આવી
- કુંભ મેળામાં હવે વધુ સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે જેથી તમામ પગલા લેવાયા
- તમામ અખાડાઓની પોતપોતાની વિશેષતા અને મહત્વ રહે છે
- તમામ અખાડાઓની દિનચાર્યા અને ઇષ્ટ દેવ પણ જુદા જુદા રહે છે
- કુંભમાં કરોડોની સંખ્યામાં સાધુ સંતો એકત્રિત થયા છે
- માન્યતાપ્રાપ્ત ૧૩ અખાડાના સંતો હજુ સુધી સામેલ થતા હતા પરંતુ હવે ૧૪ અખાડા થઇ ગયા છે
- આ વખતે કિન્નર અખાડાને પણ સામેલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે
- દેશ અને દનિયામાંથી સંગમ સ્થળે લોકો પહોંચી રહ્યા છે
- ઉત્તરપ્રદેશ દ્વારા છેલ્લા ઘણા સમયથી આની તૈયારીઓ ચાલી રહી હતી
- દૂરસંચાર કંપનીઓ વચ્ચે પણ આ વખતે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે
- કુંભ મેળા દરમિયાન લોકોને એકબીજા સાથે જાડી રાખવા આઇડિયા-વોડાફોન, રિલાયન્સ અને એરટેલ દ્વારા વિશેષ આયોજન કરાયું છે
- લાખોની સંખ્યામાં સુરક્ષા જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે.