કુંભનુ આયોજન ક્યારથી થવા લાગ્યુ છે તે વિષય પર નિશ્ચિતરીતે કોઇ ખાસ પ્રાચીન શાસ્ત્રીય સંદર્ભે માહિતી મળતી નથી. પરંતુ કેટલીક પૌરાણિક બાબતો તેની સાથે જોડાયેલી છે. જે ભવ્ય રહેલી છે. જેમાં ગૃહોની ખાસ સ્થિતી થવાના અવસર પર જ કુંભ મેળાનુ આયોજન કરવામાં આવે છે. સ્કન્દ પુરાણમાં ઉલ્લેખ કરવામાં આવે છે કે જે સમય પર અમૃતપૂર્ણ કુંભને લઇને દેવતાઓ અને દૈત્યો વચ્ચે સંઘર્ષ થયુ હતુ તે સમય પર ચન્દ્રમાએ તે અમૃત કુંભથી માંથી અમૃત છલકાઇ જવાનુ રક્ષણ કર્યુ હતુ. સુર્યે તે અમૃત કુંભને તુટી જવામાંથી બચાવી લેવામાં સફળતા મેળવી હતી.
ગુવગુરૂ બૃહસ્પતિ દ્વારા દૈત્યોથી સુરક્ષા કરી હતી. ઇન્દ્ર પુત્ર જયંતના હાથથી તેને પડવાથી રોકી લેવામાં સફળતા મેળવી હતી. જેથી દેવતાઓ અને રાક્ષસોની લડાઇમાં જે જે જગ્યા પર અને જે જે દિવસે અમૃતના ટિકા છલકાઇ ગયા હતા તે દિવસે અને તે સ્થળ પર કુંભ પર્વનુ આયોજન કરવામાં આવે છે. હરિદ્ધાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિકમાં દેવતાઓ અને દૈત્યો વચ્ચેની લડાઇમાં અમૃતના ટિપા છલકાઇ ગયા હતા. એમ પણ માનવામાં આવે છે કે કુંભનુ આયોજન સૌથી પહેલા રાજા હર્ષવર્ધન દ્વારા વર્ષ ૬૬૪માં કરવામાં આવ્યુ હતુ.
પ્રસિદ્ધ ચીની યાત્રી હ્વેગસાંગે પણ પોતાની ભારત યાત્રા દરમિયાન કુંભના આયોજનને લઇને ઉલ્લેખ કર્યો છે. સાથે સાથે રાજા હર્ષવર્ધનની દાનવીરતાનો પણ ઉલ્લેખ કર્યો છે. ચીની યાત્રીએઓ લખ્યુ છે કે રાજા દર પાંચ વર્ષે નદીઓના સંગમ સ્થાન પર એક મોટા મેળાનુ આયોજન કરતા હતા જેમાં લાખો લોકોને દાન કરતા હતા. ગરીબ અને ધાર્મિક લોકોને મદદ કરતા હતા.