તલાકને લઇને કેટલીક બાબતો જોડાયેલી છે. તલાક લઇ ચુકેલી મહિલાઓ અને પુરૂષોને સમાજના લોકો તરફથી કેટલીક ખરી ખોટી બાબતો સાંભળવી પડે છે. જો કે આ તમામ બાબતો પર ધ્યાન આપ્યા વગર આગળ વધી જવાની બાબત જ વ્યક્તિને લાઇફમાં ફરી પાટા પર આવવાની તક આપે છે. દુનિયાવાળા લોકોના ભયથી કોઇ વ્યક્તિ જીવન જીવવાનુ છોડી શકે નહીં. કોઇ લગ્ન કરે, કોઇ લગ્ન ન કરે, કોઇ લગ્ન મોડેથી કરે, કોઇ ફરી લગ્ન કરે અથવા તો કોઇ તલાક લઇ તે આ તમામ બાબતો પર લોકો તેમની ટિપ્પણી કરતા રહે છે. લોકોની ટેવ બીજાની લાઇફમાં દરમિયાનગીરી કરવાની હમેંશા રહેલી હોય છે.
કોઇ યુવતિ પોતાની વય કરતા મોટી વયના પુરૂષ સાથે લગ્ન કરે તો તેમાં પણ ભુલ કાઢવાની ટેવ હોય છે. નાની વયની વ્યક્તિ સાથે લગ્ન કરે તો તેમાં પણ ભુલ કાઢવાની લોકોની ટેવ હોય છે. પોતાની અંગત લાઇફમાં ધ્યાન આપ્યા વગર બીજાની લાઇફમાં ધ્યાન આપવાની લોકોની ટેવ હોય છે. આવા તમામ મામલામાં ખરી ખોટી વાત સમાજના લોકો દ્વારા કરવામાં આવે છે. જાણકાર સમાજશાસ્ત્રી કહે છે કે જો તમે કોઇ રિલેશનશીપમાં છો તો વયની વચ્ચે અંતર મહત્વ રાખતુ નથી.
જો કે આ મામલે સમાજની વિચારણા બદલાઇ રહી નથી. કમનસીબ બાબત છે કે અમે એક એવી સોસાયટીમાં જીવી રહ્યા છીએ જે સોસાયટીમાં સંકુચિત વિચારધારા વધારે પ્રભુત્વ ધરાવે છે. વધારે વયના યુવકો પોતાના કરતા નાની વયની યુવતિ સાથે જીવવા માંગે છે તો તેની તમામ પ્રશંસા કરે છે. મહિલાઓના મામલામાં આ બાબત ઉંધી થાય છે. સોશિયલ મિડિયા પર પણ હવે તલાક લઇ ચુકેલા મહિલાઓ અને પુરૂષો પ્રત્યે ખરાબ ટિપ્પણી કરનાર કેટલાક લોકો થઇ ગયા છે. જે સોશિયલ મિડિયા પર અશ્લીલ ટિપ્પણી કરીને સમસ્યા સર્જતા રહે છે.