જાણીતા ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે રાજધાની દિલ્હીમાં ભારત મિશન (ગ્રામીણ) માટે એક અભિયાન લોંચ કર્યું. રાજધાનીમાં આયોજિત શૌચાલય ટેકનોલોજી માટે કલક્ટર્સ કન્વેંશનમાં આ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન ગ્રામીણ ભારતમાં ડબલ ખાડાલી શૌચાલય ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત છે અને આ અભિયાનમાં અક્ષય કુમારની સાથે-સાથે અભિનેત્રી ભૂમિ પેડનકર પણ જોવા મળશે.
સમગ્ર ભારતમાં પ્રશંસા મેળવી ચૂકેલી પોતાની ફિલ્મ ટોયલેટ એક પ્રેમ કથાથી લઇને સ્વચ્છ ભારત મિશન માટે ડબલ ખાડા વાળી શૌચાલયની વિજ્ઞાપન અભિયાન સાથે જોડાઇને અક્ષય કુમાર સ્વચ્છતા અભિયાનના મજબૂત સમર્થક રહ્યાં છે.
આ પ્રસંગે સ્વચ્છતા મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી કે ટોયલેટ એક પ્રેમ કથા ફિલ્મના નિર્માતાઓને સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ના તમામ રાજ્ય અને જિલ્લાની ટીમેને આ અધિકાર આપી દીધો છે કે તેઓ નોન-કમર્શિયલ પ્રકારે આ ફિલ્મને ગામડાઓમાં દર્શાવી શકે છે.