સમસ્ત ક્ષત્રિયો દ્વારા આયોજિત ક્ષત્રિય ક્રાંતિ મહાસંમેલન-ચીખોદરા રાજનગર-આણંદ, ઉમંગ પાર્ટી પ્લોટ ની સામે, આણંદ, ગુજરાત – તા.૧૧ ફેબ્રુઆરી ૨૦૨૪, સમય – ૧.૫૦ કલાકે. સમસ્ત ક્ષત્રિયો દ્વારા આયોજિત ક્ષત્રિય ક્રાંતિ મહાસંમેલનનું આયોજન ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ ચીખોદરા રાજનગર – આણંદ, ઉમંગ પાર્ટી પ્લોટ ની સામે, આણંદ, ગુજરાત મા થવા જઈ રહ્યું છે.


આગામી લોકસભા ચૂંટણી ના ક્ષત્રિય સમાજ ને ૮ થી ૧૦ ટિકિટો ફાળવવામાં આવે તેમજ અમર શહીદ સુખદેવ સિંહ ગોગામેડીજી ના હત્યા ના તમામ દોષિયોને એન્કાઉન્ટર અથવા ફાંસી આપવામાં આવે તે પણ ૨૫મી માર્ચ/લોકસભા ચૂંટણી પહેલા પહેલા, સાથે સાથે શીખ ધર્મની જેમ ક્ષત્રિયોને પણ શસ્ત્ર રાખવાની પરવાનગી આપવામા આવે અને અયોધ્યા ભગવાન શ્રી રામ જી મંદિર ટ્રસ્ટ મા એક પણ ક્ષત્રિયને સ્થાન અપાયું નથી, આ ઉપેક્ષા થી સમાજ વ્યથિત છે, આક્રોશિત છે, ભારત વર્ષ ના તમામ ક્ષત્રિયો ની વેદના ને ધ્યાને લઈ ક્ષત્રિયો ને પણ અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટ માં સ્થાન આપી ગૌરવાન્વિત કરવા મા આવે.. આપ તમામ માંગો ને લઈ આ આયોજન કરવા મા આવી રહ્યું છે.
