કૃતિ સેનન અર્જુન પટિયાલા ફિલ્મમાં દેખાશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇઃ ક્રિતી સેનોન બોલિવુડમાં એક આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી રહી છે. બરેલી કી બરફી ફિલ્મમાં શાનદાર રોલ કર્યા બાદ કૃતિ હવે અર્જુન પટિયાલા નામની ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મ ૧૩મી સપ્ટેમ્બર ૨૦૧૮ના દિવસે દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે.

તેનુ કહેવુ છે કે આ ફિલ્મ તમામ લોકોને રોમાંચિત કરી દેશે. કોમેડી ફિલ્મ તમામને હસવા માટે મજબુર કરશે તેવો દાવો ક્રિતી સેનોન દ્વારા કરવામાં આવ્યો છે. ક્રિતી સેનોનનુ કહેવુ છે કે અર્જુન પટિયાળા લાર્જર દેન લાઇફ લોકોને હસી હસીને પેટ દુખાવશે. આ વર્ષની શરૂઆતમાં તેની બરેલી કી બરફી ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. જે બોક્સ ઓફિસ પર સુપર હિટ રહી હતી. તેમાં કૃતિની ભૂમિકાની ભારે પ્રશંસા થઇ હતી. તેમાં તેની સાથે રાજકુમાર રાવની પણ પ્રશંસા થઇ હતી. હવે તે અર્જુન પટિયાલા ફિલ્મમાં કામ કરી રહી છે.

ફિલ્મ હિરોપંતિ મારફતે પોતાના બોલિવુડ કેરિયરની શરૂઆત કરનાર ક્રિતી સેનોન પાસે અન્ય કેટલીક ફિલ્મો પણ રહેલી છે. આ નવી ફિલ્મમાં તેની સાથે દિલજીત દોસાંજ કામ કરી રહ્યો છે. થોડાક પ્રમાણમાં ઇમોશનલ ટચ પણ હોવાની વાત કરવામાં આવી છે. કૃતિએ કેટલાક મોટા નિર્માતા નિર્દેશકો સાથે કામ કર્યુ છે. જેમાં રોહિત શેટ્ટીની ફિલ્મ દિલવાલેનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં તેની સાથે શાહરૂખ ખાન, કાજોલ અને વરૂણ ધવને યાદદાર ભૂમિકા અદા કરી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. તે ફિલ્મને લઇને ઉત્સાહિત છે. તેનુ કહેવુ છે કે ફિલ્મની પટકથા તેની પાસે અન્ય પણ છે જા કે હાલમાં તે અર્જુન પટિયાલામાં કામ કરી રહી છે. ક્રિતી સુશાંત રાજપુત સાથે તેના સંબંધના કારણે પણ બોલિવુડમાં ચર્ચામાં છે. ક્રિતી સેનોન બોલિવુડમાં આગામી દિવસોમાં યાદગાર ભૂમિકા અદા કરવા માટે તૈયાર છે.

Share This Article