અમદાવાદ :: મિર્ચી રોક એન્ડ ઢોલ ફરી આવી ગયુ છે પહેલા કરતા બમણા ઉત્સાહ સાથે. અમદાવાદમાં સૌથી વધુ રાહ જોવાતો નવ દિવસીય નવરાત્રિ ગરબા ફેસ્ટિવલ નૃત્ય, સંગીત અને ઉજવણીના રંગમાં ફરી એક વખત છવાઈ ગયો છે.
મિર્ચી રોક એન્ડ ઢોલને અલગ બનાવે છે તે તેની વૈવિધ્યસભર લાઇનઅપ, જેમાં નવરાત્રિના નવે નવ દિવસ પ્રતિભાશાળી કલાકારોના નવ બેન્ડ પર્ફોર્મન્સ આપે છે. આ વર્ષે નવરાત્રિ ઉત્સવમાં 8 હજારથી વધુ ખેલૈયાઓ પરંપરાગત પોશાકમાં આ ઈવેન્ટમાં ભાગ લેવા માટે આતુર હતા. મિર્ચી રોક એન્ડ ઢોલ અમદાવાદમાં નવરાત્રિના શ્રેષ્ઠ સ્થળોમાંનું એક સાબિત થયું છે. તેઓએ નવી ટેગલાઈન ”ગરબા તો મિર્ચીના જ” સાથે દરેકને નવરાત્રિની ઉજવણીમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું હતું.


આ વર્ષે બોલીવૂડ સેન્સેશન્સ ટાઈગર શ્રોફ અને કૃતિ સેનનની પ્રભાવશાળી હાજરીથી ઈવેન્ટને એક અલગ જ રોનક લાગી હતી. તેમના જોરદાર પર્ફોર્મન્સ અને આકર્ષક ડાન્સ મૂવ્સે પ્રેક્ષકોને પણ મંત્રમુગ્ધ કરી દીધા હતા.
મિર્ચી રોક એન્ડ ઢોલ માત્ર સેલિબ્રિટી અને મ્યુઝિક વિશે નથી, તે સાંસ્કૃતિક પરંપરાઓ અને નવરાત્રિની અદમ્ય ભાવનાની ઉજવણી છે. આ ઇવેન્ટમાં મોટી સંખ્યામાં પ્રતિભાશાળી કલાકારો જોડાયા હતા, જેમણે સુનિશ્ચિત કર્યું કે દરેક રાત્રિ લયબદ્ધ સંગીત અને આનંદમય નૃત્યથી ભરપૂર રહે છે, જેનાથી ગ્રાઉન્ડ પર હાજર તમામ લોકો માટે એક યાદગાર અનુભવ બની રહે.
ENIL મિર્ચીના બિઝનેસ ડિરેક્ટર નિમિત તિવારીએ જણાવ્યું હતું કે, “મિર્ચી રોક એન્ડ ઢોલ ” સતત સૌથી વધુ સ્ટાર-સ્ટડેડ અને પ્રીમિયર ઇવેન્ટ રહી છે. મનોરંજન અને સ્થાનિક દર્શકો સાથે જોડાવા તે મિર્ચીના સમર્પણને દર્શાવે છે. આ વર્ષે ટાઈગર શ્રોફ અને કૃતિ સેનનનું અમારા મંચ પર આવવું એ ખૂબ જ આનંદદાયક હતું.”
સમગ્ર કાર્યક્રમ દરમિયાન પ્રભાવશાળી મિર્ચી આરજેએ પણ ઉજવણીમાં પોતાનો અનોખો સ્વાદ ઉમેર્યો, જેનાથી એ સુનિશ્ચિત થયું કે પ્રેક્ષકોનું સંપૂર્ણ મનોરંજન કરવામાં આવ્યું હતું. ઉત્સાહ અને મજાકિય અંદાજથી તેમણે પ્રેક્ષકો સાથે વાતચીત કરીને મંચ અને ડાન્સ ફ્લોર વચ્ચેનું અંતર ઘટાડી ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો. મિર્ચી આરજે પ્રેક્ષકો સાથે સહજતાથી જોડાયેલા રહ્યા, જેનાથી એક અલગ અને અદભૂત વાતાવરણ સર્જાયું જેણે મિર્ચી રોક એન્ડ ઢોલની દરેક રાત્રિને વધુ અવિસ્મરણીય બનાવી હતી.
મિર્ચી રોક એન્ડ ઢોલ 2023 જોર પર છે, અદભૂત ઉર્જા અને ઉત્સવ તેના ચરમ પર છે. જેમ જેમ ઉજવણી ચાલુ રહે છે, તેમ બાકીની રાતો નવરાત્રિની પરંપરાઓ અને બોલિવૂડ સ્ટાર્સની હાજરીના વધુ મંત્રમુગ્ધ બને તેવું વચન આપે છે. નૃત્ય, સંગીત અને સાંસ્કૃતિક ઉત્સવથી ભરેલા આ અવિસ્મરણીય અનુભવને ચૂકવો ન જોઈએ.