ક્રિતિ સેનન પ્રભાસ સાથે સગાઇની અફવાઓ પર ભડકી, સો.મીડિયા પર કરી આવી પોસ્ટ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

બોલિવૂડમાં આજકાલ સેલેબ્સના લગ્નના સમાચારો એક પછી એક સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ લગ્ન કર્યા હતા અને આ પછી અન્ય એક કપલના લગ્નના સમાચારે જોર પકડ્યું હતું. તે બીજું કોઈ નહીં પણ કૃતિ સેનન અને પ્રભાસ છે, જેમની સગાઈની ખબરો એ ઈન્ટરનેટ પર સનસની મચાવી હતી. આ મામલે પ્રભાસની ટીમે સ્પષ્ટતા આપી દીધી છે. સાથે જ કૃતિ સેનન પણ તેના પર રિએક્શન આપી ચૂકી છે.

ક્રિતી સેનન અને પ્રભાસની સગાઇ અંગે અફવાઓ મીડિયા રિપોર્ટ્‌સમાં દાવો કરવામાં આવ્યા બાદ શરૂ થઇ હતી કે, બંને ટૂંક સમયમાં લગ્ન કરવા જઇ રહ્યા છે. ઘણા રિપોર્ટ્‌સમાં બંનેની સગાઈની વિગતો પણ આપવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે બંનેએ સગાઇ કન્ફર્મ કરી લીધી છે અને ટૂંક સમયમાં જ ફેન્સની સામે પોતાની રિલેશનશિપ જાહેર કરવા જઇ રહ્યા છે.

જો કે પહેલા પ્રભાસની ટીમે આ સમાચારને ફેક ગણાવ્યા હતા અને હવે કૃતિએ પણ એક પોસ્ટ શેર કરીને નારાજગી વ્યક્ત કરી છે. કૃતિએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ક્લિપ શેર કરી છે, જેમાં ઓપ્રાહ વિનફ્રે કહે છે, “લોકો પાસેથી એવી આશા રાખવી કે તમે કોઇ સ્થિતિમાં તમે શું કરશો, તે ફક્ત તમને નિરાશા તરફ દોરી જાય છે. માટે લોકોને તેઓ જેવા છે તેવા જ રહેવા દો અને કાં તો તમે તેનો સ્વીકાર કરો અથવા તો ન કરો. આમ ન કરવાથી તમે એવી પરિસ્થિતિમાં ફસાઈ જાઓ છો, જે ખરેખર તમારો સમય ખર્ચ કરે છે, તે તમારી એનર્જી ખર્ચ કરે છે.

આ પહેલા પણ એક્ટ્રેસે પ્રભાસને ડેટ કરવાનો ઇનકાર કર્યો છે. એ વખતે પણ કૃતિએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક સ્ટેટમેન્ટ બહાર પાડીને આ અફવાઓને નકારી કાઢી હતી. “આ ન તો પ્રેમ છે, ન તો પીઆર. એક રિયાલિટી શોમાં અમારું વરુ હમણાં જ થોડુંક જંગલી બની ગયું છે અને તેની રમુજી મજાકે ઘણી અફવાઓને હવા આપી દીધી છે. એક પોર્ટલ મારા લગ્નની તારીખ જાહેર કરે તે પહેલાં મને મારો પક્ષ સ્પષ્ટ કરવા. અફવાઓ સંપૂર્ણપણે પાયાવિહોણી છે.”

Share This Article