અભિનેત્રી કૃતિ સેનોનની લોકપ્રિયતા દિન પ્રતિદિન વધી રહી છે. કૃતિએ સબ્બીર ખાનની ફિલ્મ હિરોપંતિ ફિલ્મ સાથે પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. હવે તે ફિલ્મ ઉદ્યોગમાં પોતાના ચાહકોની વચ્ચે ખાસ જગ્યા બનાવી ચુકી છે. કૃતિ સેનોન પોતાની કેરિયરમાં દિલવાલે, રાબ્તા, બરેલી કી બરફી, સ્ત્રી અને લુકાછુપી જેવી ફિલ્મોમાં ભૂમિકા અદા કરી હતી. કૃતિ સેનોન સોશિયલ મિડિયામાં પણ ચાહકોની વચ્ચે ખુબ લોકપ્રિય છે. પોતાના ખુબસુરત ફોટો અને વિડિયોના કારણે ચર્ચામાં રહે છે. ફોટો અને વિડિયો તે શેયર કરતી રહે છે. પોતાની દમદાર સોશિયલ મિડિયા એક્ટિવીટીના કારણે તે લોકપ્રિય છે. કૃતિના ઇન્સ્ટાગ્રામ પર હવે ફોલોઅર્સની સંખ્યા વધીને ૨.૨ કરોડ સુધી પહોંચી ગઇ છે.
કૃતિએ આ અંગેની માહિતી આપતા કહ્યુ છે કે તે માહિતી આપીને ભારે ખુશ છે. કૃતિએ કહ્યુ છે કે તે તમામ ચાહકો અને ફોલોઅર્સનો આભાર માને છે. વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો કૃતિ હવે કેટલીક નવી ફિલ્મ હાથમાં ધરાવે છે. તેની પાસે મોટા સ્ટારની ફિલ્મ આવી રહી છે. હાઉસફુલ ફિલ્મમાં તે હાલમાં નજરે પડી હતી. ઇન્સ્ટા પર કૃતિના ચાહકોની સંખ્યા દિનપ્રતિદિન સતત વધી રહી છે. કૃતિ હાલમાં યુવા સ્ટાર સાથે વધારે કામ કરી રહી છે.