ખુબસુરત કૃતિ ખરબંદાને હાઉસફુલ-૪ મળતા ખુશ

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

મુંબઇ :  બોલિવુડની અભિનેત્રી કૃતિ ખરબંદા તમામ પ્રકારની કુશળતા હોવા છતાં અપેક્ષા મુજબની ફિલ્મો અને અન્ય પ્રોજેક્ટ હાંસલ કરી રહી નથી. જા કે હવે તેની પાસે હાઉસફુલ-૪ નામની મલ્ટી સ્ટારર ફિલ્મ હાથમાં આવી ગઇ છે. આ ફિલ્મ મળતા તે ભારે ખુશ દેખાઇ રહી છે. તેની આ ફિલ્મ ૨૫મી ઓક્ટોબરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. તેની કેરિયરમાં આ ફિલ્મથી તેજી આવી શકે છે. કારણ કે આ સિરિઝની અગાઉની તમામ ફિલ્મો સુપરહિટ સાબિત થઇ છે.  બોલિવુડમાં કેટલાક વર્ષોથી સતત સક્રિય છે.

તમામ પ્રકારની કુશળતા અને ખુબસુરત હોવા છતાં તેને બોલિવુડમાં કોઇ સફળતા મળી રહી નથી. સાથે સાથે સારા કલાકારો સાથે ફિલ્મ પણ મળી રહી નથી. જેથી તેની કેરિયર અદ્ધરતાલ છે. જા કે તે બોલિવુડમાં ટકી રહેવા માટે બનતા તમામ પ્રયાસ કરી રહી છે. કતિ આલિયા ભટ્ટ અને દીપિકાને ખુબ પસંદ કરે છે. તેનુ કહેવુ છે કે તે દીપિકા સાથે જા તક મળશે તો કામ કરીને ગર્વ અનુભવ કરશે. આલિયા અને દીપિકા ખુબ શાનદાર અભિનેત્રી છે. કૃતિ છેલ્લે દેઓલ પરિવારની ફિલ્મ યમલા પગલા દિવાનામાં દેખાઇ હતી. તે પહેલા  લંડન ફિલ્મમાં  નજરે પડી હતી. કોમેડી ફિલ્મ લિવ ઇન   રિલેશનશીપ પર આધારિત ફિલ્મ હતી.

કૃતિએ કહ્યુ છે કે તે દીપિકાની ફેન છે. બોલિવુડમાં ચાલી રહેલી ગળા  કાપ સ્પર્ધામાં તે પણ નિષ્ફળ સાબિત થઇ રહી છે. બોલિવુડમાં નવી નવી અભિનેત્રીઓની સતત એન્ટ્રી થઇ રહી છે. કૃતિ માને છે કે આલિયા ભટ્ટ અને દીપિકા સ્ટાર છે અને અભિનેત્રી પણ છે. આલિયા ભટ્ટ અંગે વાત કરતા કૃતિ કહે છે કે ત ફેક અભિનય કરતી નથી. આલિયા પ્રત્યે તેના મનમાં ખુબ સન્માન છે. કૃતિનુ કહેવુ છે કે તે જ્યારે ભટ્ટ કેમ્પની ફિલ્મ રાજ રીબુટ ફિલ્મમાં કામ કરી રહી હતી ત્યારે માત્ર એક વખત આલિયા ભટ્ટને મળી હતી.

Share This Article