કોલકતા પર સનરાઈઝની નવ વિકેટે એક તરફી જીત

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

હૈદરાબાદ : હૈદરાબાદ ખાતે ગઇ કાલે રમાયેલી આઈપીએલની મેચમાં સનરાઈઝે નવ વિકેટે જીત મેળવી હતી. પ્રથમ બેટીંગ કરતા કેકેઆરએ આઠ વિકેટે ૧૫૯ રન કર્યા હતા. જેના જવાબમાં સનરાઈઝ હૈદરાબાદે એક વિકેટે ૧૬૧ રન બનાવીને આ મેચ જીતી લીધી હતી. સનરાઈઝ હૈદરાબાદ તરફથી ડેવિડ વોર્નરે માત્ર ૩૮ બોલમાં ત્રણ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી ઝંઝાવતી ૬૭ રન બનાવ્યા હતા. જ્યારે બેરશોએ ૪૩ બોલમાં સાત ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી અણનમ ૮૦ રન બનાવ્યા હતા.

વિલિયમન્સન આઠ રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. ગઇ કાલની મેચની મુખ્ય વિશેષતા બેરશો અને વિલિયમ્સનની તોફાની બેટીંગ રહી હતી. કેકેઆરની હારનો સીલસીલો જારી રહ્યો છે. સનરાઈઝ હૈદરાબાદે પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિને ફરી એકવાર મજબૂત કરી છે.

Share This Article