કોલકત્તા-કિંગ્સ ઇલેવનની વચ્ચે રોચક જંગ રહી શકે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ચંદીગઢ : ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૨ની રોમાંચક શરૂઆત થયા બાદ આવતીકાલે  કોલકત્તા નાઇટ રાઇડર્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મેચ રમાનાર છે. કોલકત્તા નાઇટ રાઇડર્સે હજુ સુધી ૧૨ મેચો રમી છે જે પૈકી પાંચમાં જીત મેળવી છે અને સાતમાં હારનો સામનો કર્યો છે. તેના હજુ સુધી ૧૦ પોઇન્ટ છે. આવી સ્થિતીમાં તેની સાથે આગેકુચ કરવાની તક રહેલી છે. બીજા બાજુ કિંગ્સ ઇલવેન પંજાબની ટીમ પણ ૧૦ પોઇન્ટ ધરાવે છે અને તેની પણ તક રહેલી છે. બે ટીમો ચેન્નાઇ સુપર અને દિલ્હી કેપિટલની ટીમ આગામી દોરમાં પહોંચી ચુકી છે પરંતુ અન્ય બે ટીમો કઇ રહેશે તેને લઇને ભારે સસ્પેન્સની સ્થિતી છે.

મેચને લઇને બંને ટીમો જારદાર દેખાવ કરવા માટે તૈયાર છે. દિનેશ કાર્તિકની ટીમ કોલકત્તાના દેખાવ પર તમામની નજર રહેશે. કોલકત્તાની ટીમમાં રસેલ પણ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. બંને ટીમોમાં અનેક સ્ટાર ખેલાડી છે.દિનેશ કાર્તિકના નેતૃત્વમાં કોલક્તાની ટીમમાં અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્ટાર ખેલાડી છે. ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જારદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવર્ણ તક છે. આગામી  સપ્તાહ  સુધી હવે જારદાર રોમાંચ રહેનાર છે.આઇપીએલ-૧૨માં પણ ટ્‌વેન્ટી વર્લ્ડ કપની જેમ જ  ચોગ્ગા અને છગ્ગાની રમઝટ રહેનાર છે.

દિનેશ કાર્તિકની ટીંમમાં અનેક એવા ખેલાડી છે જે પોતાની ક્ષમતા મુજબ હજુ સુધી દેખાવ કરી શક્યા નથી. મેચ દરમિયાન કોઇ પણ અંધાધુંધી ન થાય તે માટે પણ તમામ તૈયારી આયોજકો દ્વારા રાખવામાં આવી છે.  હવે આઇપીએલની રોમાંચકતા જાવા મળશે. તમામ ટીમોના સ્ટાર ખેલાડીઓ તેમાં ભાગ લઇ રહ્યા છે. કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. બંને ટીમો નીચે મુજબ છે.

કિંગ્સ ઇલેવન પંજાબ : મયંક અગ્રવાલ, અર્ષદીપ, મુરુગન અશ્વિન, આર. અશ્વિન, અયાચી, કરેન, ગેઇલ, બ્રાર, હેનરીક્સ, શરફરાઝ ખાન, મનદીપસિંહ, મિલર, સામી, રહેમાન, કરુણ નાયર, નાતકંદ, પૂરન, કે. રાહુલ, રાજપૂત, સિમરનસિંઘ, ટાઈ.

કોલકત્તા નાઇટ રાઇડર્સ :  દિનેશ કાર્તિક (કેપ્ટન), બ્રેથવેઇટ, ચાવલા, ડેનલી, ફર્ગુસન, ગુરને, કુલદીપ, લિન, મુંધે, નાગરકોટી, નાયક, નારેન, નોર્ટજે, ક્રિષ્ણા, પૃથ્વિ રાજ, નિતિશ રાણા, રસેલ, માવી, શુભમન ગિલ, રિન્કુ સિંઘ, રોબિન ઉથ્થપા

Share This Article