કોલકત્તા : કોલકત્તાના ઐતિહાસિક મેદાન ઇડન ગાર્ડન ખાતે આવતીકાલે રોમાંચક મેચ રમાનાર છે. કોલકત્તા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે આવતીકાલે જંગ ખેલાનાર છે. મેચનુ પ્રસારણ આવતીકાલે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે. પોઇટ ટેબલમાં ચેન્નાઇ સુપર છ મેચોમાં પાંચ જીત સાથે પ્રથમ સ્થાન પર છે. જ્યારે દિલ્હી કેપિટલ હાલમાં ખુબ પાછળ રહી ગઇ છે. બંને ટીમો જારદાર દેખાવ કરવા માટે ઉત્સુક છે. મેદાન પર છગ્ગા ચોગ્ગાન રમઝટ જાવા મળી શકે છે. દિનેશ કાર્તિક કોલકાતા નાઈટ રાઇડર્સના સફળ કેપ્ટન તરીકે ઉભરી ચુક્યો છે. તે પોતાની ટીમને સતત જીત અપાવી રહ્યો છે.
શુભમન ગિલ પાસેથી પણ સારા દેખાવની અપેક્ષા છે. બીજી બાજુ દિલ્હીની ટીમમાં ઋષભ પંત ઉપર તમામની નજર રહેશે.ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જારદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવર્ણ તક છે. આગામી સપ્તાહો સુધી હવે જારદાર રોમાંચ રહેનાર છે.આઇપીએલ-૧૨માં પણ ટ્વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જાવા મળી રહી છે. તમામ ટીમોના સ્ટાર ખેલાડીઓ તેમાં ભાગ લઇ રહ્યા છે. કુલ ૬૦ ટ્વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે.
આ ઉપરાંત પ્રતિબંધ બાદ ક્રિકેટમાં પરત ફરેલા ડેવિડ વોર્નરે પણ આવતાની સાથે જ જારદાર બેટિંગ કરીને પોતાની કુશળતા દર્શાવી ચુક્યો છે. ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જારદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની તક રહેલી છે આઇપીએલમાં હજુ સુધી કેટલાક ખેલાડી તમામનુ ધ્યાન ખેંચી રહ્યા છે. જેમાં ડેવિડ વોર્નર, બેરશો અને ક્રિસ ગેઇલનો સમાવેશ થાય છે. રસેલ પણ જારદાર દેખાવ કરી રહ્યો છે. ડિવિલિયર્સ પણ ફ્લોપ રહ્યો છે. મેચને લઇને ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. બંને ટીમો નીચે મુજબ છે. આ ટીમમાં પણ અનેક સ્ટાર ખેલાડી છે જેમાં મુનરો, રબાડાનો સમાવેશ થાય છે.કરોડો ચાહકો ભારે ખુશ છે. બંને ટીમો નીચે મુજબ છે.
કોલકત્તા નાઇટ રાઇડર્સ : દિનેશ કાર્તિક (કેપ્ટન), બ્રેથવેઇટ, ચાવલા, ડેનલી, ફર્ગુસન, ગુરને, કુલદીપ, લિન, મુંધે, નાગરકોટી, નાયક, નારેન, નોર્ટજે, ક્રિષ્ણા, પૃÂથ્વ રાજ, નિતિશ રાણા, રસેલ, માવી, શુભમન ગિલ, રિન્કુ સિંઘ, રોબિન ઉથ્થપા
દિલ્હી કેપિટલ : અવેશ ખાન, અયપ્પર, બેઇન્સ, બોલ્ટ, ધવન, ઇન્ગ્રામ, અય્યર, લમિછાને, મનજાત કાલરા, મિશ્રા, મોરિસ, મુનરો, ઋષભ પંત, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, પૌલ, રબાડા, રુધરફોર્ડ, સક્સેના, ઇશાંત, શો, નાથુસિંઘ, ટેવટિયા, વિહાર, જયંત યાદવ