કોલકત્તાના ઐતિહાસિક મેદાન ખાતે રમાનારી ડે નાઇટ ટેસ્ટ મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે.
મેચને જાવા માટે કેટલીક રાજકીય હસ્તીઓ પણ પહોંચી શકે છે. કેટલાક પૂર્વ દિગ્ગજ ખેલાડીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યો છે. ૨૨મી નવેમ્બરથી આ ટેસ્ટ મેચની શરૂઆત થઇ રહી છે. બીજી ટેસ્ટ મેચમાં કોલકત્તા ઇડન ગાર્ડન ખાતે તમામ રોમાંચકતચા પ્રવર્તી રહી છે.
બંને દેશો માટે આ પ્રથમ વખત બની રહ્યુ છે જ્યારે ગુલાબી બોલ સાથે બંને રમનાર છે. પિન્ક બોલને લઇને ક્રિકેટ પંડિતો પણ જુદા જુદા અભિપ્રાય આપી રહ્યા છે. આ ભારતની ૫૪૦મી ટેસ્ટ મેચ રહેશે. બંને દેશો વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ત્રણ દિવસમાં જ પૂર્ણ થઇ ગઇ હતી.
બીજી બાજુ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીને પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે. સચિન તેન્ડુલકર , રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણને પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે. ભારતીય ક્રિકેટ ટીમે ઓપનિંગ બેટ્સમેન મંયક અગ્રવાલની શાનદાર બેવડી સદી અને ત્યારબાદ બોલરોની શાનદાર બોલિંગની મદદથી ઇન્દોર ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં પ્રવાસી બાંગ્લાદેશ પર એક ઇનિગ્સ અને ૧૩૦ રને જીત મેળવી હતી. આની સાથે જ બાંગ્લાદેશ પર શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી હતી. બાંગ્લાદેશ ની ટીમના બેટ્સમેનો બંને ઇનિગ્સમાં ભારતીય બોલરોની સામે સંઘર્ષ કરતા નજરે પડ્યા હતા.
જોરદાર લાઇન અને લેન્થ સાથે કરવામાં આવેલી બોલિંગ સામે બાંગ્લાદેશના ખેલાડીઓનો ફ્લોપ શો રહ્યો હતો. બંને ઇનિગ્સમાં બાંગ્લાદેશના ખેલાડી મોટા સ્કોર ને બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા.
હાલમાં ભારતીય ટીમે બાંગ્લાદેશની સામે ટ્વેન્ટી-૨૦ શ્રેણીમાં પણ જીત મેળવી હતી. ભારતે ટ્વેન્ટી શ્રેણી ૨-૧થી જીતી લીધી હતી. હવે ટેસ્ટ શ્રેણીમાં પણ લીડ મેળવી લીધી છે. આ ટેસ્ટમાં ભારતે તમામ ક્ષેત્રોમાં શાનદાર દેખાવ કર્યો હતો. ટીમ ઇન્ડિયા હવે શાનદાર દેખાવને જાળવી રાખવા માટે આશાવાદી છે.
કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ પણ મેચ દરમિયાન હાજર રહે તેવી શક્યતા છે. ક્રિકેટના યાદગાર પળોને ચિત્રના રૂપમાં રજૂ કરવામાં આવનાર છે. દીવાલ પર આને મુકવામાં આવનાર છે.