કોલકાતા: પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતાના હરિદેવપુર વિસ્તારથી ૧૪ નવજાત કંકાલ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. નવજાત શિશુના હાડપિંજરોના મામલામાં ઉંડી તપાસ હાથ ધરવામાં આવી છે. હજુ સુધી કોઇ માહિતી મળી શકી નથી. હરિદેવપુરમાં એક ખાલી પ્લોટમાં આજે સાફસફાઈના ગાળા દરમિયાન આ નવજાત શિશુના હાડપિંજરો મળી આવ્યા હતા. આ અંગે તરત જ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. જાણકારી મળતાની સાથે જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોચી ગઈ હતી. તપાસ પણ હાથ ધરવામાં આવી ચુકી છે. અધિકારીઓને હજુ સુધી કોઇ કડી મળી નથી. નવજાતના હાડપિંજરો પ્લાÂસ્ટક બેગમાં મળી આવ્યા છે.
હાડપિંજરો મળી આવ્યા બાદ પોલીસ ટીમને ઘટનાસ્થળ પર તૈનાત કરવામાં આવી ચુકી છે. મોટી સંખ્યામાં હાડપિંજર મળવાના મામલામાં સમગ્ર વિસ્તારમાં સન્નાટો ફેલાઈ ગયો છે. બેહાલાના ડીસી નિલંજન બિશ્વાસે કહ્યું છે કે, હાડપિંજરોની સ્થિતિના સંદર્ભમાં પોસ્ટમોર્ટમ બાદ જ માહિતી મળી શકશે. વિસ્તારના સીસીટીવી કેમેરામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. સોમવારના દિવસે પણ તપાસ જારી રહેશે. આસપાસની હોસ્પિટલો અને ન‹સગ હોમમાં પણ પુછપરછ કરવામાં આવી રહી છે. આ પહેલા કર્ણાટકના વિજયનગરમાં આવી જ ઘટના સપાટી ઉપર આવી હતી. તે વખતે આશરે ૧૩ હાડપિંજરો મળી આવ્યા હતા. આ નરમુંડ મળવાના મામલામાં હજુ સુધી તપાસ ચાલી રહી છે. બીજી બાજુ કોલકાતામાં નવજાત શિશુના હાડપિંજરોના મામલામાં પણ પોલીસની ઉંઘ હરામ થઇ ગઈ છે.