ભારતે પોતાની પ્રથમ ઐતિહાસિક ડેનાઇટ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશને એક ઇનિંગ્સ અને ૪૬ રને હાર આપી દીધી છે. ટીમની જીતમાં વિરાટ કોહલીની સદી અને ઝડપી બોલરોની મહત્વની ભૂમિકા રહી હતી. ઝડપી બોલરોએ આ ટેસ્ટમાં ૧૯ વિકેટો પોતાના નામ ઉપર કરી હતી.
આ જીત બાદ ભારતીય કેપ્ટન કોહલીએ ટીમના બોલરોની ભરપુર પ્રશંસા કરી હતી. સાથે સાથે આ જીત બાદ કોહલીએ પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના જમાનાને યાદ કરીને પ્રસંશા કરી હતી. વિરાટે કહ્યું હતું કે, આ પરમ્પરા દાદાએ શરૂ કરી હતી જેને અમે આગળ વધારી રહ્યા છીએ. વિરાટે ભારતીય ઝડપી બોલરો દ્વારા આક્રમક બાઉન્સરોને લઇને જવાબ આપ્યા હતા. વિરાટે કહ્યું હતું કે, અમને મેદાન પર સ્થાપિત કરવાની જરૂર દેખાઈ રહી છે. ટેસ્ટ ક્રિકેટ એક માનસિક લડાઈ તરીકે હોય છે તેનો અર્થ છે કે, કોઇપણ બોલર બેટ્સમેનોને ઇજાગ્રસ્ત કરવા ઇચ્છુક હોતા નથી.
બેટ્સમેનોને ભયભીત કરીને આઉટ કરવાની રણનીતિ હોય છે. કોહલીએ કહ્યું હતુ કે, હવે અમે આ ટેકનોલોજી પણ શીખી ચુક્યા છે. તમામ બાબત સૌરવ ગાંગુલીના સમયે શરૂ થઇ હતી જેના ઉપર અમે આગળ વધી રહ્યા છે. હવે બોલિંગ ટીમ ખુબ મજબૂત બની ચુકી છે. બોલિંગ ટીમને પોતાના પર સંપૂર્ણ આત્મવિશ્વાસ દેખાઈ રહ્યો છે. આ બોલરો હવે કોઇપણ બેટ્સમેનની સામે રમવા માટે તૈયાર છે. છેલ્લા ત્રણ ચાર વર્ષમાં જે સમય ગાળ્યો છે અને મહેનત કરી છે તેના પરિણામ હવે મળી રહ્યા છે. અમારા ખેલાડીઓ જાણે છે કે, મેદાન પર શુ કરવાની જરૂર છે. આ પ્રસંગે કોહલીએ ઇડન ગાર્ડન ઉપર રમાયેલી મેચમાં મોટી સંખ્યામાં ચાહકો પહોંચવા બદલ તમામની પ્રશંસા કરી હતી.
વિરાટે કહ્યું હતું કે, અમને એવી આશા ન હતી કે, આટલી મોટી સંખ્યામાં લોકો ટેસ્ટ મેચ જોવા પહોંચશે. કારણ કે, ગઇકાલે જ આ ટેસ્ટ મેચ જીતવાની નજીક અમે પહોંચી ગયા હતા પરંતુ આજે પણ મોટી સંખ્યામં ચાહકો ભારતની જીતમાં હિસ્સેદાર બનવા માટે પહોંચ્યા હતા. વિરાટ કોહલીએ કહ્યું હતું કે, ભારતમાં ટેસ્ટ કેન્દ્ર બનવાની વાતને ફરી ધ્યાન આપવાની જરૂર છે. ટેસ્ટ ક્રિકેટને નિહાળવા માટે લોકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે જે સારી બાબત છે. આનાથી ટેસ્ટ ક્રિકેટમાં વધારે રોમાંચકતા આવશે.